ભાજપનાં જ કેટલાંક નેતાઓ છે પક્ષથી નારાજઃ હાર્દિક પટેલ

ભાવનગરઃ નીતિન પટેલ અંગે છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચર્ચાઓમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે,”ભાજપનાં કેટલાંય નેતાઓ પક્ષની કામ કરવાની પદ્ધતિને લઈને નારાજ છે. હાર્દિકે જ ણાવ્યું હતું કે, પરસોત્તમ સોલંકી, બાબુ બોખરીયા, નીતિન પટેલ અને સી.કે રાઉલજી જેવા નેતાઓ પક્ષથી નારાજ છે.

આ સાથે જ હાર્દિકે જણાવ્યું હતું કે, નીતિન પટેલે અમારી સાથે આવવું જોઈએ. જો તેઓ એવું નહી કરે તો ઝભ્ભા ફાટવા માટે તૈયાર રહે. ઉલ્લેખનીય છે કે પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાવનગરનાં મેથળા ખાતે ગુજરાત સરકારનાં પતન અંગે નિવેદન આપતાં રાજકારણ ભારે ગરમાયું છે.

જેમાં નિવેદન આપતાં કહ્યું કે,”નીતિન પટેલ સહિત કેટલાંક નેતાઓ પક્ષની કામ કરવાની પદ્ધતિથી નારાજ હોવાનો ઉલ્લેખ કરાતાં આ મામલાએ ભારે જોર પકડ્યું છે. સરકારનું હવે પતન થવાની તૈયારીમાં છે. નીતિન પટેલ, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, નીતિન પટેલ અને સી.કે રાઉલજી સહિતનાં નેતાઓ પક્ષથી નારાજ છે.”

મહત્વનું છે કે આવતી કાલનાં રોજ પાટીદાર મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેથી તેનાં ઠીક એક દિવસ પહેલાં હાર્દિકે ભાજપ પક્ષને લઇને એક મોટો દાવો કર્યો છે. જેમાં ભાજપમાં આંતરિક વિખવાદ હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

You might also like