સરકાર માટે ગળાનો ફંદો છે, “અચ્છે દિન” : ગડકરી

મુંબઇઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભલે હજી પણ લોકોને એમ કહી રહ્યાં કે “અચ્છે દિન જલ્દી આયેગે” કે પછી મોદી “અચ્છે દિન” લાવવાના વચનો આપીને દેશના પ્રધાનમંત્રી બની ગયા હોય, પરંતુ હવે મોદી સરકાર માટે આ “અચ્છે દિન”નું સ્લોગન મુશ્કેલ રૂપ સાબીત થઇ રહ્યું છે. મોદીજીએ જે રીતે લોકોને “અચ્છે દિન”ના વચનો આપ્યા હતા. તેમાં મોદી સરકાર પૂર્ણ રીતે સફળ થઇ શકી નથી. જેને કારણે વિપક્ષના નિશાના પર તો મોદી સરકાર છે જ ત્યારે તેમની સાથે બેઠેલા પ્રમુખ નેતાઓ આ બાબતને લઇને ચિંતામાં પણ છે.

કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી મોદીની “અચ્છે દિન” વાળી વાતને લઇને વધારે ચિંતામાં છે. હાલમાં જ તેમણે કહ્યું કે મોદીની આ વાત તેમના માટે ગળામાં હાળકું ફસાઇ ગયા જેવી થઇ ગઇ છે. ગડકરીએ એમ પણ કહ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ આ જ કહ્યું હતું કે તેઓ દેશના લોકો માટે સારા દિવસો લાવશે. પરંતુ મનમોહને પાંચ વર્ષમાં દેશ માટે શું કર્યું.

ઉલ્લખનિય છે કે મોદીએ સત્તા પર આવતા પહેલાં મોંઘવારીને માત આપવા સાથે બેરોજગારોને રોજગારી આપવા સહિતના અનેક વચનો પ્રજાને આપ્યાં હતા. જોકે તેઓ પોતાના વચનો પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ તેમ છતાં તેમને આ અંગે જોઇએ તેટલી સફળતા પ્રાપ્ત થઇ શકી નથી. મોંઘવારી નિયંત્રણમાં લાવી શક્યા નથી. ન તો બેકારોને રોજગારી આપવા સફળ રહ્યાં છે. ત્યારે ગડકરીએ મોદીના “અચ્છે દિન” વાળા સ્લોગનથી પોતાનો પીછો છોડાવી દીધો છે. જોકે એ વાત અલગ છે કે મોદી પોતાની સરકારના વખાણ કરતા થાકતા નથી.

You might also like