ભાજપ મા-દીકરાની પાર્ટી નથીઃ ની‌તિન ગડકરી

નવી દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આયોજિત હિંદીજગતના મહામંચ ‘એજન્ડા આજ તક’નો પ્રારંભ વંદે માતરમથી થયો હતો. પ્રથમ સત્રમાં પરિવહન પ્રધાન ની‌તિન ગડકરી અને કોંગ્રેસ નેતા અશ્વિનીકુમાર સાથે વાતચીત અને ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચાનો મુદ્દો હતો.

‘વિકાસ કા એક્સપ્રેસ વે’ અશ્વિનીકુમાર સરકાર સામે સવાલો ઉઠાવ્યા તો તેના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે ભાજપ કોઈ મા-દીકરાની પાર્ટી નથી. કોંગ્રેસની રાજનીતિ મુસ્લિમો વિરુદ્ધમાં રહી છે. સરકારનો કોઈ નિર્ણય લઘુમતીઓ વિરુદ્ધ નથી. રમખાણો તો યુપીએના કાર્યકાળ દરમિયાન થયા હતા.

ગડકરીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દેશની સમૃદ્ધિ તેની સડકો પરથી આંકવામાં આવશે? તેના જવાબમાં ગડકરીએ જણાવ્યું છે કે સડકો હશે તો જ ગામડાઓનો વિકાસ થશે. શહેરોની સાથે ખેતી અને ગામડાઓનો વિકાસ પણ જરૂરી છે. તેના પર અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે દેશ આત્મસન્માનને લઈને ચિંતિત છે.

આ અગાઉ ઈન્ડિયા ટુડે ગ્રૂપના એડિટોરિયલ ડાયરેક્ટર કલીપુરીએ ‘એજન્ડા આજ તક’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રમાં મોદી સરકારના એક વર્ષ બાદ મોદી લહેર અને ભાજપના વિજયરથની વાસ્તવિકતાની સમીક્ષા કરવામાં આવશે.

આ અગાઉ કેન્દ્રીય પરિવહન પ્રધાન ની‌તિન ગડકરીએ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવી રહેલા આરટીઓ અધિકારીઓ અંગે એક મોટું નિવેદન કરતાં જણાવ્યું હતું કે આરટીઓ અધિકારી સૌથી વધુ ભ્રષ્ટાચારી છે અને તેમના દ્વારા થતી લૂંટ ચંબલના ડાકુઓથી પણ વધુ મોટી લૂંટ હોય છે.

You might also like