2032માં દરેક ભારતીય હશે લાખોપતિ દરેક પાસે કાર-એસી હશે

નવી દિલ્હી : સરકારી સંશોધન સંસ્થા 15 વર્ષનાં પોતાનાં વિઝનમાં એક એવા ભારતનું સપનું વણ્યું છે જેમાં દેશનાં દરેક નાગરિક પાસે શૌચાલયની સુવિધા, દ્વિચક્રી વાહન અથવા કાર, એસી અને ડિજિટલ કનેક્ટિવિટી હશે. નીતિ પંચનાં ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ રવિવારે સંચાલન પરિષદની બેઠકમાં 2031-32 માટેનું વિઝન મુક્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં લગભગ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. ભારત 2030-31 દ્રષ્ટિકોણ, રણનીતિ અને કાર્યયોજના એજન્ડામાં એક એવા ભારતનું સપનું જોયું છે જેમાં સંપુર્ણ શીક્ષિત સમાજ હોય અને સ્વાસ્થય સુવિધાઓ તમામ નાગરિકોને મળતી હોય. આ સાથે જ આ વિઝનમાં માર્ગ, મકાન, હવાઇ મથકો અને જળમાર્ગનાં પણ અત્યાધુનિક નેટવર્ક અંગે વાત કરી હતી.

ઉપરાંત એક સ્વચ્છ ભારતની કલ્પના કરવામાં આવી છે જેમાં દરેક નાગરિકને સારી હવા અને સ્વચ્છ પાણી મળશે. તેમનું માનવું છેકે પ્રતિ વ્યક્તિ આવક 2031-32માં વધીને ત્રણ ગણી એટલે કે 3.14 લાખ રૂપિયા થઇ જશે. જો કે 2015-16માં 1.06 લાખ રૂપિયા હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે દેશનાં જીડીપી 469 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. વર્ષ 2015-16માં તે 137 લાખ કરોડ રૂપિયા રહેશે.

વિઝનનાં અનુસાર કેન્દ્ર અને રાજ્યનો કુલ ખર્ચ 2031-32 સુધી 92 લાખ કરોડ રૂપિયા વધીને 130 લાખ કરોડ રૂપિયા થઇ જશે જે 2015-16માં 38 લાખ કરોડ રૂપિયા હતા. પંદ્ર વર્ષીય વિઝન અને 7 વર્ષીય કાર્ય યોજનાં દસ્તાવેજને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રકારે રવિવારે પરિષદનાં સભ્યોને ત્રણ વર્ષીય એક્શન એજન્ડા પણ વહેંચવામાં આવ્યો તેને પણ જલ્દી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

વિઝન પ્રેઝન્ટેશન અનુસાર 2031-32 સુધી વડાપ્રધાનનાં વાઇબ્રન્ટ ઇન્ડિયા વિઝનને પુરૂ કરવા માટેનાં પણ તમામ પ્રયાસો તશે. પ્રેઝન્ટેશનમાં કહેવામાં આવ્યુ કે, આપણે ભારતને એક સ્મૃદ્ધ, સ્વસ્થય, સુરક્ષીત, ભ્રષ્ટાચાર મુક્ત, ઇંધણ પ્રચુર, પર્યાવરણની રીતે સ્વચ્છ અને આંતરરાષ્ટ્રીય રીતે પ્રભાવશાળી દેશ બનાવવાનો છે.

You might also like