વર્ષ 2018-19ના વિકાસ દરમાં 7.5 ટકા સુધીનો વધારો થઈ શકે – નીતિ પંચ

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું કે ચાલું વર્ષ 2018 -19માં ભારતીય અર્થતંત્રમાં 7.5 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. રોકાણમાં થયેલા વધારાને લીધે અર્થતંત્રમાં વધારાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

કુમારે વધુમાં ઉમેર્યું કે સરકાર દ્વારા પાછલા 47 મહિનામાં લેવામાં પગલા પણ આના માટે જવાબદાર છે. હાલ વાતાવરણ ખુબ જ સકારાત્મક અને ફાયદાકારક છે. બજારમાં સારો સુધારો નોંધયો છે અને મોંઘવારી દર પણ હાલ નિર્ધારિત ટાર્ગેટ કરતા ઓછું છે.

દેશમાં એફડીઆઈનું રોકાણ વધી રહ્યું છે અને તેને લીધે વિકાસ દર 7.5 ટકા જેટલી રહેશે. ગત વર્ષ 2017 – 18 માટે અર્થતંત્રમાં 6.6 ટકા વધારાનો અનુમાન કરવામાં આવ્યો હતો.

અગામી સમય માટે મોદી સરકારે ક્યાં પ્રકારના પગલા લેવા જોઈએ તેવા પ્રશ્નના જવાબમાં કુમારે જણાવ્યું કે સરકારે ઘણા બધા સુધારા કર્યા છે અને કઈપણ નવું કરવાના સ્થાને હવે તેને સ્થિરતા આપવાની જરૂર છે.

You might also like