નીતિ આયોગનું સૂચન: 2024માં લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે!

નવી દિલ્હી : નીતિ આયોગે 2024થી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવા અંગેનું સૂચન કર્યું છે. જેના કારણે ચૂંટણી પ્રચાર વખતે સુરક્ષા વ્યવસ્થામાં પડનારી તકલીફને ઓછી કરવામાં આવી શકે. સાથે તે પણ નક્કી કરવામાં આવે કે ચૂંટણીને લઇને ઓછામાં ઓછા પ્રચાર કરવામાં આવે જેના કારણે સરકારી કામમાં પડતી તકલીફો ઓછી થાય. આ પગલાને કારણે ઘણી વિધાનસભાના કાર્યકાળમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જેમાં કેટલીક વિધાનસભાનો કાર્યકાર ઓછો થશે જ્યારે થોડી વિધાનસભાના સમયમાં વધારો કરવામાં આવી શકે છે.

મીડિયામાંથી મળતા અહેવાલ મુજબ પોલિસી થિન્ક ટેન્ક એટલે કે નીતિ આયોગે જણાવ્યું કે જો સૂચન પર અમલ કરવામાં આવે તો એક જ વખત વિધાનસભાઓના સત્રમાં ફેરફાર કરવો પડે. નીતિ આયોગના આ સુચનને લઇને ચૂંટણી પંચે દેશમાં એકસાથે ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવા માટે એક વર્કિંગ વુમન ગ્રુપ બનાવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવા અંગે સૂચન કર્યું હતું. આ અંગે છ મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે અને તેનું અંતિમ નમૂનો આવતા માર્ચ સુધીમાં તૈયાર થઇ જશે.
http://sambhaavnews.com/

You might also like