પેટ્રોલ અને ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન લોટરીથી થાય: નીતિ આયોગ

નવી દિલ્હી: દેશની નીતિ આયોગ દ્વારા શુક્રવારે રજૂ કરેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત 2030 સુધી 60 અરબ ડોલર એટલે કે લગભગ 3,960 રૂપિયાના ઊર્જાના ખર્ચાને બચાવી શકે છે. રિપોર્ટંમાં જણાવ્યા અનુસાર 2017થી 2030 દરમિયાન એક ગીગાટન સુધી કાર્બન ઉત્સર્જન પણ ઓછું કરી શકે છે.

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી આ સંસ્થાએ ઇંધણ બચત અને પ્રદૂષણ પર લગામ લગાવવાના હેતુથી ડીઝલ અને પેટ્રોલ વાહનોના રજિસ્ટ્રેશનને પણ સીમિત કરવાનું સૂચન આપ્યું છે. આયોગે પબ્લિક લોટરીઝ દ્વારા આ વાહનોના રજિસ્ટ્રેશનનું સૂચન આપ્યું છે. જ્યારે ઇલ્ક્ટ્રિકલ વ્હીકલના સેલને પ્રોત્સાહન આપવા માટે ઇનસેન્ટિવ્સ આપવાની ભલામણ કરી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ રિપોર્ટ દેશમાં ગ્રીન કાર પોલિસીના આધાર પર લાગૂ કરવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતાં 15 વર્ષ માટે રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપને ગ્રીન કાર પોલિસી હેઠળ તૈયાર કરવામાં આવી છે. જે અનુસાર આગળના 15 વર્ષોમાં દેશમે ઇલેક્ટિરીક વાહનોના અનુરૂપ બનાવવાનું કામ કરવામાં આવશે. આ રિપોર્ટમાં ત્રણ મહત્વપૂર્ણ બિંદુઓ પર વાત કરવામાં આવી છે. પહેલું પ્રાઇવેટ વ્હીકલ ઓનરશિપથી શેર યૂઝરશિપ, પેટ્રોલ અને ડીઝલ વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વાહનો અને શહેરોને આ કારો માટે ડિઝાઇન કરવી.

આ પૂરા રિપોર્ટમાં સૌથી મહત્વપૂર્ણ સૂચન પેટ્રોલ અને ડીઝલ ગાડીઓના રજિસ્ટ્રેશન પર આપવામાં આવ્યો છે. સૂચન અનુસાર હવે પેટ્રોલ અને ડિઝલ ગાડીઓનું વેચાણથી વધારે ટેક્સ એકત્રિત કરવો, જેનાથી ઇલેક્ટ્રોનિક વાહનો માટે ચાર્જિગ સ્ટેશન બનાવી શકાય.

http://sambhaavnews.com/

You might also like