તો શું એર ઇન્ડિયા વેચાઇ જશે?

નવી દિલ્હીઃ નીતિ વિભાગે સરકારને ભલામણ કરી છે કે ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયાને રણનીતિક ડિસઇન્વેસ્ટમેન્ટની રીતે આગળ વધારવામાં આવે.  જેથી બાકી વધેલા પૈસા સ્વાસ્થ્ય અને શિક્ષા જેવા ક્ષેત્રોમાં ખર્ચી શકાય. નીતિ વિભાગે એર ઇન્ડિયાના વેચાણ સંબંધે ગ્રાઉન્ડ વર્ક તૈયાર કર્યું છે. વિભાગની રિપોર્ટ એ વખતે સામે આવી જ્યારે એર ઇન્ડિયાને ખાનગીનું કરણ કરવા અંગેની વાત કરી હતી.

જેટલીએ કહ્યું હતું કે જ્યારે 86 ટકા વિમાન પરિચાલન ખાનગી કંપનીઓ કરી શકે છે. તો 100 ટકા પણ ખાનગી કરી દેવું જોઇએ. સૂત્રોએ જણાવ્યું છે કે આ મામલે નિર્ણય કેન્દ્રની કેબિનેટમાં જ થશે. થોડા સમય પહેલાં નીતિ વિભાગની ચોથી રિપોર્ટ રજૂ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં એર ઇન્ડિયાના ડિસઇનવેસ્ટમેન્ટનો રોડમેપ તૈયાર કરવામાં આવે. જેનાથી એર ઇન્ડિયાને 30 હજાર કરોડ રૂપિયાની લોનમાંથી બહાર કાઢી શકાશે.

એર ઇન્ડિયા પર હાલ 60 હજાર કરોડનો ખર્ચ છે. જેમાંથી 21 હજાર કરોડ એરક્રાફ્ટ સંબંધિત લોન છે. જ્યારે 8 હજાર વર્કિંગ કેપિટલ છે. ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એરક્રાફ્ટ સંબંધિત લોન અને વર્કિંગ કેપિટલ લોનને નવા માલિકને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ છે.

http://sambhaavnews.com/

You might also like