નિઠારી હત્યાકાંડમાં સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત્ત

નવી દિલ્હી : બહુચર્ચિત નિઠારી હત્યા કેસમાં નર પિશાચનાં નામે ઓળખાતા સુરેન્દ્ર કોહલીને નંદા દેવી કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઇ કોર્ટે કોહલીને અપહરણ, હત્યા, બળાત્કાર જેવા વિવિધ કેસમાં ફાંસીની સજા ફટકારી છે. નિઠારી કાંડના મુખ્ય આરોપી પર 16 કેસ ચાલી રહ્યા છે.

બુધવારે ગાઝીયાબાદમાં સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે તેને દોષીત જાહેર કર્યો હતો. આ પહેલા નિઠારી કાંડ સંબંધિત આશરે પાંચ કેસમાં તેને દોષી જાહેર કરીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જેના પર સુપ્રીમનો સ્ટે હતો. સીબીઆઇ જજ પવન તિવારીએ સુરેન્દ્ર કોહલીને તેના માલિક મનિંદર સિંહ પંધેરના ઘર પર કામ કરતી 25 વર્ષીય નોકરાણી નંદા દેવીની હત્યાનાં મુદ્દ દોષીત ઠેરવ્યો હતો.

નંદા દેવી 31 ઓક્ટોબર, 2006થી ગુમ હતી. કોર્ટે કોહલીને નંદાનું અપહરણ કરીને તેની હત્યા, બળાત્કાર, અને પુરાવાનો નાશ કરવાનાં મુદ્દે દોષીત ઠેરવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્ર કોહલી ઉતરાખંડના અલ્મોડાનાં એક ગામનો રહેવાસી છે. વર્ષ 2000માં તે દિલ્હી આવ્યો હતો. 2003માં તે મોનિંદર સિંહ પંઢેરનાં સંપર્કમા આવ્યો હતો. તેમનાં કહેવાથી નોયડા સેકટર 31ના ડી-5 બ્લોકમાં કામ કરવા લાગ્યો. 2004માં પંઢેરનો પરિવાર પંજાબ જતો રહ્યો હતો. જે બાદ તે અહીંયા જ રહેવા લાગ્યો હતો.

You might also like