ઇન્ટરનેશન ઓલંપિક કમિટી માટે નોમિનેટેડ થનાર પ્રથમ ભારતીય મહિલા બની નીતા અંબાણી

નવી દિલ્હી: રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીને ઇન્ટરનેશનલ ઓલંપિક કમિટી (આઇઓસી)ના સભ્ય માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. તે પ્રથમ ભારતીય મહિલા છે, જેમને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. સોશિયલ મીડિયા પર સચિન તેન્ડુલકર અને શાહરૂખ ખાન સહિત ઘણા દિગ્ગજોએ નીતા અંબાણીને શુભેચ્છા પાઠવી છે.

તમને જણાવી દઇએ કે ચૂંટણી આઇઓસીના 129મા સેશનના અવસર પર થશે. આ સેશન રિયો ડી જેનેરિયોમાં બે થી ચાર ઓગસ્ટની વચ્ચે આયોજિત થશે. ઓલંપિક એજન્ડા 2020ની ભલામણોની આધારે પર આઇઓસી સભ્યોની ભરતી માટે આ વખતે એક નવી એક સૈચ્છિક પસંદગી પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. જો નીતા અંબાણી ચૂંટાશે તો તે 70 વર્ષની ઉંમર સુધી આઇઓસીની સભ્ય રહેશે.

આંતરરાષ્ટ્રીય ઓલંપિક કમિટી ઓલંપિક આંદોલનની સર્વોચ્ચ સંસ્થા છે. નીતા અંબાણી ભારતમાં ઘણી રમતોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે જેથી જમીની સ્તર પર ખેલાડીઓને શોધવામાં અને પરખવામાં આવી રહ્યાં છે.

You might also like