અધધધ… નીતા અંબાણીના મોબાઈલની કિંમત જાણી પગ નીચેથી સરકી જશે જમીન..!

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશાં ચર્ચામાં રહે છે. પછી તે અાઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને ચિયર કરવાનું હોય કે પછી કોઈ નવી પ્રોડક્ટનું ઉદ્ઘાટન કરવાનું હોય. તે એક સફળ બિઝનેસ વુમન પણ છે. મૂકેશ અને નીતાનાં લગ્ન ૧૯૮૫માં થયાં હતાં. બંનેનાં ત્રણ બાળકો છે. અા દંપતીનું ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરમાં સામેલ છે. નીતા પણ લક્ઝરી લાઈફ સ્ટાઈલ માટે જાણીતી છે. તેની સાડી, ઘડિયાળ, હેન્ડ બેગ, ફૂટવેર દરેક વસ્તુ મોંઘીદાટ હોય છે. પરંતુ ટેકનોલોજીના અા જમાનામાં ગેજેટથી દૂર રહેવું કોઈપણ વ્યક્તિ માટે શક્ય નથી. અા વાત નીતાને પણ લાગુ પડે છે પરંતુ નીતા અંબાણી પાસે જે ફોન છે તે કોઈ લક્ઝરી અાઈટમથી અોછો નથી.

તે દુનિયાના સૌથી શાનદાર મોબાઈલ ફોનમાંથી એક યુઝ કરે છે. નીતા અંબાણીના ફોનની જે કિંમત છે તેમાં એક પ્રાઈવેટ જેટ અાવી શકે. નીતા અંબાણી ફાલ્કન સુપરનોવા અાઈફોન 6 પિન્ક ડાયમંડ ફોનનો ઉપયોગ કરે છે. અા ફોનની કિંમત ૪૮.૫ મિલિયન ડોલર એટલે કે ૩૧૫ કરોડ રૂપિયાનો છે. અા ફોન વર્ષ ૨૦૧૪માં લોન્ચ થયો હતો.

ફોનની ખાસિયત
કંપની અા ફોન ખાસ સેલિબ્રિટીઝ માટે બનાવે છે. અા ફોન ૨૪ કેરેટ ગોલ્ડ અને પિન્ક ગોલ્ડમાંથી બનેલો છે. તેની પર પ્લેટિનમનું કોટિંગ છે જેના કારણે અા ફોન ક્યારેય તૂટતો નથી. અા ફોનની પાછળ મોટો પિન્ક ડાયમંડ છે. અા ફોનને હેક પણ ન કરી શકાય. જો કોઈ હેક કરવાની કોશિશ કરશે તો તરત જ ફોનના માલિક પાસે મેસેજ પહોંચી જશે. ફોન ઉપરાંત નીતા દુનિયાની સૌથી મોંઘી હેન્ડબેગનો પણ ઉપયોગ કરે છે. તેની કિંમત ૩૦થી ૪૦ લાખ રૂપિયા જેટલી છે.
http://sambhaavnews.com/

You might also like