એક મહિનામાં ત્રીજીવાર હેક થઇ NITશ્રીનગરની વેબસાઇટ

જમ્મુ :  NIT શ્રીનગરની એક બહુચર્ચિત અને દેશનાં અવ્વલ ટેક્નીકલ કોલેજની શ્રેણીમાં આવે છે. આઇઆઇટી બાદ એનઆઇટીની ધાક માનવામાં આવે છે. એક સમજ એવી છે કે દેશનાં સૌથી ઝડપી મગજ અહીં એડમીશન લઇ શકે છે. જો કે ગત્ત કેટલાક દિવસોથી અહીંનાં વિદ્યાર્થીઓ પણ આશ્ચર્યચકિત થઇ ચુક્યા છે. કારણ કે ગત્ત એક મહિનામાં અહીંની વેબસાઇટ ત્રીજી વખત હેક થઇ ચુકી છે. આજે મંગળવારે ત્રીજી વખત વેબસાઇટ હેક કરવામાં આવી હતી.

સૌથી મહત્વની વાત છે કે એનઆઇટી શ્રીનગરની વેબસાઇટ હેક કરનારા અલગતાવાદી છે. હવે તે અલગતાવાદી કાશ્મીરી છે કે સરહદપારથી આવનારા છે તે કહેવું મુશ્કેલ છે. જ્યા સુધી સિક્યોરિટી એજન્સીઓ તેની ભાળ નથી મેળવી લેતી.

સૌથી મહત્વનું છે કે સતત વેબસાઇટ હેક કરવામાં આવે છે. પોસ્ટ કરવામાં આવેલ મેસેજમાં હેકરે ધમકી આપી છે કે જો કાશ્મીર માંગવાની હિમાયત કરી તો ચીરી નાખીશું. આમ તો દક્ષિણપંથી સ્લોગન છે કે દૂધ માંગોગે તો ખીર દેગે કાશ્મીર માંગોગે તો ચીર દેગે. કદાચ આ જ અલગતાવાદી મેસેજની પેદાઇશ છે.

You might also like