રક્ષા પ્રધાન નિર્મલા સિતારમને જીએસટીને લઇને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા હાલ વિવિધ વિધાનસભાની બેઠક પર જનસંપર્ક અભિયાન ચલાવી રહી છે. ત્યારે કેન્દ્રીય રક્ષા પ્રધાન નિર્મલા સિતારમન ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

રક્ષા પ્રધાન નિર્મલા સિતારમને અમદાવાદના મણિનગર વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. રક્ષા પ્રધાન મણિનગર ખાતે વિધાનસભા વિસ્તારમાં જનસંપર્ક અભિયાનમાં જોડાયા છે. જ્યારે નિર્મલા સિતારમને ભાજપના મીડિયા સેન્ટર ખાતે આદિવાસી અધિકારીઓને વાચા આપતું પુસ્તક આદિવાસી અબળા અધિકારો સબળા પુસ્તકનું લોકાર્પણ કર્યું હતુ.

રક્ષાપ્રધાન નિર્મલા સિતારમને પત્રકાર પરિષદને સંબોધન કરતાં કોંગ્રેસના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કોંગ્રેસની સરકાર હંમેશા નર્મદા મુદ્દે વિરોધ કરતું રહ્યું છે. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર બનતા જ નર્મદા યોજનાનું 72 દિવસમાં કામકાજ પૂર્ણ કરાયું.

જ્યારે સિતારમને જીએસટી મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે સૌ પ્રથમ તો જીએસટીનો સંપૂર્ણ અભ્યાસ કરવો જરૂરી છે.

You might also like