Video: રક્ષામંત્રી સીતારમણના ‘સલામ નમસ્તે’ પર ચીન થયું ફિદા

રક્ષામંત્રી નિર્મલા સીતારમણની નાથુલા યાત્રા હાલમાં ચર્ચામાં છે. ચીની સૈનિકો સાથેનો તેમનો મૈત્રીભાવભર્યો વ્યવહાર ભારત અને ચીન એમ બંને દેશોમાં લોકપ્રિય થઈ રહ્યો છે.

જુઓ વીડિયો જોઈને તમે પણ વિદેશ મંત્રી પર ફિદા થઈ જશો…

હકીકત એવી છે કે નિર્મલા સીતારમણ જ્યારે નાથુલા ગયા ત્યારે તેમણે બોર્ડર પર ચીની સૈનિકોને હિન્દીમાં ‘નમસ્તે’ કરતા શીખવ્યું હતું અને તેનો અર્થ પણ સમજાવ્યો હતો. ચીની સૈનિકોએ પણ નિર્મલા સીતારમણનું ‘ની હાઓ’ કહી અભિવાદન કર્યું હતું.

ચીની સૈનિકો અને નિર્મલા સીતારમણનો આ વીડિયો બંને દેશોમાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. ડોકલામ મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા ચીની મીડિયામાં પણ આ વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે.

You might also like