રક્ષામંત્રી સીતારમને કહ્યુ મંબઈ હુમલામાં ભારતનો દોવા સાચો…..

728_90

રક્ષા મંત્રી નિર્મલા સીતારમને આતંકવાદ પર હમલો કરતા કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીર પણ ભારતનો જ એક ભાગ છે. તેમણે કહ્યુ કે ‘અમે આતંકવાદને સહન નહી કરીએ, તેને પતાવવા માટે કડકમા કડક પગલા ઉઠાવશુ. તેમણે કહ્યુ હતુ કે આખા દેશમાંથી આતંકવાદનો સફાયો થશે.’

પાકિસ્તાનના પુર્વ પીએમ નવાઝ શરીફ દ્વારા મુંબઈ હમલામાં પાક આતંકીઓના જોડાયા હોવાના કબુલાતનામાં પર સીતારમને કહ્યુ કે પાકિસ્તાનના પૂર્વ પીએમનો ખુલાસો ગંભીર છે, ભારત 26/11 મુંબઈ હમલાને લઈ હંમેશા પાતાના વલણ પર સ્પષ્ટ રહ્યુ છે.

સીતારમને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે ‘કોંગ્રેસ નેતા પી ચિદંમ્બરમે પોતાની પુરી સંપત્તીનું વિગતનામું આપ્યુ નથી, શુ રાહુલગાંઘી આ મામલામાં કોઈ ટિપ્પણી કાં તો કોઈ કાર્યવાહી કરશે.’ તેમણે કહ્યુ કે પાક પીએમ નવાઝ શરીફની જેમ ચિદંમ્બરમની પણ વિદેશોમાં સંપત્તિ છે.

સીતારમને કહ્યુ કે રાહુલ ગાંધી એક નાણાકીય કેસમાં જમાનત પર છે, તેમણે આ મામલા વિશે ભારતની જનતાને જણાવવું જોઈએ, તેમણે કહ્યુ કે અમે 2015માં કાળા ધન માટે કાયદો લાવ્યા પણ કોંગ્રેસ નેતા પી ચિદંમ્બરમે યુકે અને અમેરિકામાં પોતાની સંપત્તિ વિશે વિગતો આપી નથી. ઈન્કમટેક્ષ વિભાગે પણ આ મામલે ચાર્જશીટ દાખલ કરી છે જેનાથી જનતા પણ તમામ સત્ય જાણી ચુકી છે.

You might also like
728_90