Categories: Entertainment

ખાસ વાતચીત: બોર્ડના નિર્ણયો રાજકીય પાર્ટીની ખુશામતભર્યા

એર હોસ્ટેસની સાહસિક વાર્તા આધારિત ફિલ્મ ‘નીરજા’માં નીરજાની માતા રમા ભનોટની ભૂમિકા ભજવનાર બોલિવૂડની પીઢ અભિનેત્રી શબાના આઝમી સાથે ફિલ્મ સંદર્ભે ખાસ વાતચીત…

‘નીરજા’ની કહાની અંગે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હતી?
આ કહાની સાંભળતાં જ હું ચોંકી ગઈ હતી. હકીકતમાં મને આ ફિલ્મ ઓફર થઈ તેના એક વર્ષ પહેલાં જ હું નીરજા ભનોટની સ્મૃતિમાં અપાતાં ઍવોર્ડમાં ચીફ ગેસ્ટ તરીકે ગઈ હતી જ્યાં મારી મુલાકાત નીરજાની માતા રમા ભનોટ સાથે થઈ હતી. બાદમાં ફિલ્મમાં રમા ભનોટની ભૂમિકા માટે મને ઑફર કરવામાં આવી ત્યારે હું આશ્ચર્ય પામી હતી.

‘નીરજા’ની કહાની લોકો સુધી પહોંચે તેમ ઈચ્છતાં હતાં ?
આ ફિલ્મની વાર્તા મને ખૂબ જ પસંદ આવી છે. હું માનું છું કે રિઅલ ઈન્ડિયન્સને અને ખાસ કરીને યુવતીઓને લઈને ફિલ્મ બનાવીએ તો ખૂબ જ પોઝિટિવ ઈમોશન્સ આવે છે. આજે સમાજમાં યુવતીઓ પ્રત્યે નેગેટિવ ઇમેજ છે એટલે આવી ફિલ્મોની જરૂર છે. નીરજા એક સામાન્ય યુવતી હતી જેણે અસાધારણ પરિસ્થિતિમાં બહાદુરીભર્યું કામ કર્યું હતું.

ફિલ્મના ટ્રેલરને કેવો રિસ્પોન્સ મળ્યો છે?
ખૂબ જ સારો, કારણ કે ટ્રેલરમાં ફિલ્મનુું મુખ્ય દૃશ્ય બતાવાયું છે. આ માત્ર એક એક્શન થ્રિલર જ નહીં પરંતુ ઈમોશનલ કહાની છે તેથી જ આટલો સારો રિસ્પોન્સ મળ્યો છે.

નીરજાની માતાની ભૂમિકા માટે ખાસ તૈયારી કરી હતી?
નીરજાની માતાએ તેને સ્વરક્ષણ કરવાનું શિખવ્યું હતું, આમ છતાં નીરજાએ બહાદુરીભર્યું પગલું ભર્યું. ફિલ્મમાં માતાની ભૂમિકા સામાન્ય છે, પોતાની દીકરીએ કરેલા સાહસપૂર્ણ કાર્યની જાણ થાય છે ત્યારે તેની બદલાતી લાગણીઓ રજૂ કરવી મુશ્કેલ છે. સ્ક્રીનપ્લે યોગ્ય રીતે લખાયો હોવાથી આ રોલ નિભાવવાની મજા આવી.

તમારા જીવનમાં કોણ પ્રેરણાદાયક છે?
મારી પરવરીશ. મારા પિતા કૈફી આઝમી કમ્યુનિસ્ટ હતા અને મારી ૯ વર્ષની ઉંમર સુધી અમે ૯ કુટુંબના સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. જોકે ત્યાં મહિલાઓને બરાબરીનો હક હતો. મારી માતા શૌકત શૂટિંગ માટે જાય ત્યારે મારા પિતાજી અમને તૈયાર કરતાં અને વાળ પણ ઓળતા. આમ, અમારા પરિવારમાં મહિલાઓને આઝાદી હતી. ૭૦ વર્ષ પહેલાં જ્યારે લોકો મહિલાઓને ઘર અને રસોડું સંભાળનાર ગણાવતાં ત્યારે કૈફી સાહેબે ‘ઔરત’ અને ‘ઉઠ, મેરી જાન મેરે સાથ હી ચલના હૈ તૂઝે’ નઝમ લખી હતી. હાલ પણ અમારે ત્યાં આ પ્રકારનું જ વાતાવરણ છે.

માતા-પિતામાંથી વધુ કોની નજીક હતાં?
મારો મારી માતા સાથે એક અસાધારણ સંબંધ હતો. મારા અને મારા પિતાના જીવનમાં મારી માતાની ભૂમિકા મહત્ત્વની હતી. તેનું સમગ્ર જીવન વર્કિંગવુમન તરીકે વિત્યું હોવા છતાં તે એક મહાન મા અને પત્ની રહી છે. મારી માતા મારા માટે આદર્શ છે. તેણે ઘણાં લોકોને પ્રોત્સાહિત કર્યા છે.

સૌ પ્રથમ શૂટિંગ વખતની કોઈ પળ યાદ છે?
ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી પ્રથમ વાર શૂટિંગ માટે દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે મારો ભાઈ બાબા પણ મારી સાથે આવેલો. તે સમયે દિલ્હીની લકઝુરિયસ હોટેલમાં અમે રોકાયાં હતાં. પ્રખ્યાત હોટલના એક મોટા શ્યૂટમાં ઉતારાથી અમે અભિભૂત થઈ ગયા હતા. ત્યારે આવી નાની બાબત પણ અમારા માટે ખૂબ જ મોટી હતી અને આનંદદાયી હતી.

‘નીરજા’ ભય પર જીતની કહાની છે. તમને કઈ બાબતનો ડર લાગે છે?
મને મૃત્યુથી ડર નથી લાગતો. આપણી આસપાસનાં લોકો સલામત રહે તેમ હું ઈચ્છું છું. પરિવારની હૂંફ અને માતાનો ખોળો મારા માટે સૌથી વધુ સુરક્ષિત જગ્યા છે.

તમારા જીવન પર આધારિત ફિલ્મ બને તેમ ઈચ્છો છો?
ફિલ્મ ચાલશે કે નહીં તે અલગ બાબત છે, પરંતુ રિઅલ ઘટના આધારિત વાર્તા લોકોને ખૂબ પસંદ પડે છે. મને લાગે છે કે મારા પિતાના જીવન પર ફિલ્મ બનવી જોઈએ. મારા જીવનમાં પણ એટલી ઘટનાઓ ઘટી છે કે તેના આધારે એક સારી ફિલ્મ ચોક્કસ બની શકે. જોકે જીવનમાં હજુ ઘણું કરવાનું બાકી છે અને ફિલ્મમાં કોઈ ખોટી વસ્તુ રજૂ કરે તો તકલીફ અનુભવાય છે.

આટલાં વર્ષોમાં ઈન્ડસ્ટ્રીઝમાં કયો બદલાવ જોયો છે?
આજે એક્ટ્રેસ માટે ફિલ્મનો માહોલ ખૂબ જ સારો છે. પહેલાં પ્રિ-પ્રોડક્શન નામની કોઈ વસ્તુ જ નહોતી એટલે ફિલ્મ બન્યા બાદ બે વર્ષ સુધી તેનું એડીટિંગ ચાલતું. તેથી એક જ વર્ષમાં ૧ર ફિલ્મોમાં કામ કરવું પડતુ્ં. આજની જનરેશન એક સમયે એક જ ફિલ્મમાં કામ કરે છે જે સૌથી સારી બાબત છે. પહેલાં ૩૦ વર્ષની ઉંમરે એક્ટ્રેસની કારકિર્દી સમાપ્ત થઈ જતી અને પછી આધેડ વયનાં પાત્રો ભજવવાં પડતાં. આજે મેઈનસ્ટ્રીમ ફિલ્મોની સાથે કમર્શિયલ ફિલ્મોમાં અનેક રોલ મળી રહ્યાં છે. આજના સિનેમાનો માહોલ જુદો છે.

છેલ્લે, સેન્સર બૉર્ડ અંગે સમયાંતરે વિવાદ ઊઠી રહ્યો છે. શું કહેવું છે?
તે બૉર્ડ ઓફ સર્ટિફિકેશન છે, સેન્સર નહીં. તેનું કામ સર્ટિફિકેશન કરવાનું છે. પરંતુ બ્રિટિશ જમાનાની પદ્ધતિ ચલાવાઈ રહી છે. બૉર્ડમાં ચૂંટાતા લોકો ઈન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, પરંતુ રાજકીય દખલને કારણે એવું થતું નથી. રાજકીય પાર્ટીને ખુશ કરવાના નિર્ણયો લેવાય છે. અમેરિકામાં સેલ્ફ રેગ્યુલેટરી સિસ્ટમ છે જેમાં માત્ર ફિલ્મના લોકો જ હોય છે. તમામ નિર્ણયો તેમની પર છોડાય છે. ભારતમાં પણ સેલ્ફ રેગ્યુલેટરી સિસ્ટમ હોવી જોઈએ. કંઈક રસ્તો ચોક્કસ નીકળશે તેવી આશા છે.

હીના કુમાવત

admin

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

2 days ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

2 days ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

2 days ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

2 days ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

2 days ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

2 days ago