અમદાવાદમાં નિર્ભયા કાંડ, યુવતી સાથે થયેલ ગેંગરેપ મામલે 3 આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં નિર્ભયાકાંડ જેવી આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે હજુ પણ 4 આરોપીઓ પોલીસની પક્કડમાં આવ્યાં નથી. જો કે પોલીસે ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

આ હવસખોરોએ યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. જે બાદ યુવતીનો બિભત્સ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ તેની બહેનને જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઇ હતી.

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા હવે ઈતિહાસ બનીને રહી ગયો છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાનાં અને અડધી રાત્રે યુવતીઓ બહાર ફરી શકતી હોવાનાં સરકારનાં દાવાઓ પોકળ સાબિત થયાં છે. મહત્વનું છે કે દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ નિર્ભયા કાંડ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને બે શખ્સોએ ચાલુ કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની એક ઘટના સામે આવી છે. આ મામલે એક નવો જ વળાંક સામે આવ્યો છે. યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયાની વાત શંકાનાં ઘેરામાં આવી છે.

યુવતીની ફરિયાદ મુજબ માર્ચ મહિનામાં યુવતી નહેરૂનગર પાસે ઉભી હતી. તે સમયે કાળા કલરની કારમાં આવેલા 4 બુકાનીધારી શખ્સે તેને કેફી દ્રવ્ય સુંઘાડીને કારમાં ખેંચી લીધી હતી અને બાદમાં ચાલુ કારમાં તેનાં પર 2 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીનાં આક્ષેપ પ્રમાણે બે શખ્સોએ તેનો બિભસ્ત વીડિયો બનાવ્યો હતો અને બાદમાં તેને ધમકી આપીને નહેરૂનગર પાસે ચાલુ કારમાં ફેંકી દીધી હતી.

યુવતીએ ડરનાં માર્યે પરિવારમાં કોઈને જાણ કરી ન હતી. જો કે થોડાંક દિવસ અગાઉ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર તેનાં ભિભસ્ત ફોટા મોકલ્યાં હતાં અને રૂ.50 હજારની માંગણી કરી હતી. જેથી યુવતી જલધારા વોટરપાર્ક પાસે રૂપિયા આપવા ગઈ હતી. જો કે કોઈ ન હોતું આવ્યું. જેથી યુવતી ઘરે પરત ફરી ગઈ હતી.

જો કે બે દિવસ પૂર્વે મણીનગર વિસ્તારમાંથી યુવતીનું ફરીથી અપહરણ કરવામાં આવ્યું અને તેનાં બોયફ્રેન્ડ તેમજ તેની બહેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી અને યુવતીને કેમ્ફે હોટલ પાસે ઉતારીને કાર ચાલકો ફરાર થઈ ગયાં. આ મામલે યુવતીએ કંટાળીને પોતાનાં પરિવારને જાણ કરતાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

પરિવારે બાદમાં અભયમની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ 1 યુવતી અને 2 યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. જો કે બળાત્કારની ઘટના સેટેલાઈટ વિસ્તારમાં થઈ હોવાંથી આ કેસ સેટેલાઈટ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસે CCTV ફૂટેજ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં યુવતીએ એવી પણ વિગતો આપી છે કે અપહરણ કરનાર શખ્સોએ તેનાં જ બોયફ્રેન્ડનાં ઈશારે આ બધું કરતા હોવાનું જણાવ્યું હતું.

ત્યારે હવે યુવતીનો બોયફ્રેન્ડ પર શંકાનાં દાયરામાં આવી ગયો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. સેટેલાઈટ પોલીસે વૃષભ, યામિની, ગૌરવ દાલમિયા સહિતનાં લોકો સામે અપહરણ, બળાત્કાર અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 

You might also like