નિર્ભયા ગેંગરેપ મામલે 3 દોષિતોની પુનર્વિચાર અરજી પર સુપ્રીમમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે ત્રણ દોષીઓની મોતની સજા સંબંધી દાખલ કરાયેલી અરજી પર ચુકાદો આપી શકે છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટિસ આર. ભાનુમતિ અને અશોક ભૂષણની બેન્ચ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની અરજી પર ચુકાદો આપે તેવી સંભાવના છે.

આ મામલે મોતની સજા મેળવનાર ચોથા આરોપી અક્ષય કુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં 5 મે 2017ના ચુકાદા વિરૂધ્ધ સમીક્ષા અરજી દાખલ કરી નહોતી. આરોપીના વકીલે જણાવ્યું હતું કે અક્ષયે હાલમાં અરજી દાખલ કરી નથી પરંતુ અમે ટૂક સમયમાં દાખલ કરીશું.

આમ નિર્ભયા ગેંગરેપ મામલે સુપ્રીમ કોર્ટ ચારમાંથી ત્રણ દોષીઓની પુનર્વિચાર અરજી પર સુનાવણી હાથ ધરી ચુકાદો આપે તેવી શકયતા છે. સુપ્રીમ કોર્ટે 2017ના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટ અને નીચેની કોર્ટ દ્વારા 23 વર્ષીય પેરામેડિક વિદ્યાર્થિની સાથે 16 ડિસેમ્બર 2012ના ગેંગરેપ અને હત્યા મામલે તેમને કરાયેલ મોતની સજાને યથાવત રાખી હતી.

નિર્ભયા સાથે દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસે છ લોકોએ સામુહિક દુષ્કર્મ કર્યું હતુ અને તેની સાથે મારપીટ કરી રોડ પર ફેંકી દીધી હતી. સિંગાપોરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં 29 ડિસેમ્બરના 2012ના રોજ સારવાર દરમિયાન તેનુ મૃત્યુ થયું હતું.

You might also like