Categories: India

નિર્ભયા ગેંગરેપના દોષિતનો તિહાડ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ

નવી દિલ્હીઃ દેશના સૌથી દર્દનાક ગેંગરેપના એક દોષિત વિનય શર્માએ ગઇ કાલે રાત્રે તિહાડ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને ગંભીર હાલતમાં દીનદયાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં નિર્ભયા ગેંગરેપના મુખ્ય આરોપી રામ સિંહે પણ તિહાળ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

નિર્ભયા ગેગરેપમાં ફાંસીની સજા પ્રાપ્ત કરેલા વિનય શર્માને તિહાડ જેલ નંબર આઠમાં રાખવામાં આવ્યો છે. જેલ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે વિનયે ઉંઘની કેટલીક ગોળીઓ ગળી લીધી હતી. ત્યાર બાદ તેણે કપડાંની ફાંસી બનાવી લટકી જઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેલકર્મીઓએ ત્યારે તેને જોઇ લેતા તેને બચાવી લેવામાં આવ્યો. હાલ તે દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત ગંભીર છે.

આ ઘટના બાદ તિહાળ જેલમાં ફરી એક વખત સુરક્ષાને લઇને સવાલ ઉભા થયા છે. જેલમાં આખરે વિનય પાસે કેવી રીતે ગોળીઓ પહોંચી તે પણ એક મોટો પ્રશ્ન છે. ગત વર્ષે વિનય પર હુમલો પણ થયો હતો. જેમાં તેના હાથમાં ફેક્ચર થયું હતું. નિર્ભાયા ગેંગરેપના પાંચ દોષિતોમાં એક જિમ ટ્રેનર વિનય શર્મા છે. જેને અપહરણ, બળાત્કાર અને હત્યાના દોષમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. જે તિહાળ જેલમાં બંધ છે. 16 ડિસેમ્બર 2012ના રોજ વિનય શર્મા, રામ સિંહ, મુકેશ સિંહ, અક્ષય અને પવને દિલ્હીમા એક યુવતી પર ચાલતી બસમાં બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી રસ્તા પર ફેકી દીધી હતી.

Navin Sharma

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago