નીરવ મોદી બોગસ પાસપોર્ટના આધારે UKમાં! ઇન્ડિયન હાઇકમાન્ડના સૂત્રોનો દાવો

પંજાબ બેંક સાથે 12600 કરોડનુ કૌભાંડ કરીને નિરવ મોદી અને મેહૂલ ચોકસી ફરાર થયો છે. હવે ઈન્ડિયન હાઈ કમાન્ડના સૂત્રોના આધારે મળી રહેલી માહિતી મુજબ ફરાર વેપારી નીરવ મોદી બ્રિટેનના લંડનમાં છે. જોકે યુકેમાં નીરવ મોદી ત્યાં છે તેની હજી સુધી કોઈ જાણકારી મળી નથી.

નીરવ મોદી અને મેહૂલ ચોકસી ન્યૂ યોર્ક, હોન્ગ કોન્ગ અથવા સ્વિટરઝરલેન્ડમાં હોય તેવી શકયતા છે. આ મામલે ભારતમા હજી સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. મહત્વનુ છે કે, 29 ડિસેમ્બરના રોજ PNB બેંક સાથે કૌભાંડમા નીરવ મોદીનુ નામ આવતા તે ફરાર થયો હતો.

ત્યાર પછી કોર્ટે તેના વિરૂદ્ધમાં બિન જામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યો હતો. વોરંટ બાદ પણ મેહૂલ અને નીરવ મોદી હાજર થયા ન હતા. બન્ને લોકો હાજર ન થતા કોર્ટે નીરવ મોદી અને મેહૂલ ચોકસીના પાસપોર્ટ રદ્દ કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતમાં કોઈ પણ વ્યક્તિ બે પાસપોર્ટ રાખી શકતો નથી. આ ગેરકાયદેસર છે.

You might also like