નવ ટ્રેનનો સમય આવતી કાલથી બદલાશે

અમદાવાદ: ગોવા સહિત કોંકણ તરફ જતી ટ્રેનોનું ટાઇમટેબલ ચોમાસું પૂરું થવા સુધી દોઢ કલાકથી નવ કલાક સુધી બદલાઇ રહ્યું છે. ટ્રેનોના બદલાતા સમય આવતી કાલથી અમલી બનશે, જે ૩૧ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

પોરબંદરથી વાયા અમદાવાદ-સુરત થઇને જતી કોચુવેલી એક્સપ્રેસ સાંજે ૪.ર૦ના બદલે ૧૦.૧પ કલાકે ઉપડશે. હાપા વાયા અમદાવાદ-સુરત તરિુનેલવેલી એક્સપ્રેસ ૯.ર૦ રાત્રીના બદલે સવારે ૭.પપએ ઉપડશે. વેરાવળ વાયા અમદાવાદ, સુરત-વાપી-ત્રિવેન્દ્રમ્ એક્સપ્રેસ સવારે ૪.૦પના બદલે બપોરે ૩.પપ મિનિટે ઉપડશે.‌ બિકાનેર કોચુવેલી એક્સપ્રેસ વાયા અમદાવાદ, સુરત, વલસાડ સવારે ૯.૦પના બદલે પાલનપુરથી સવારે ૧૦.પ૦ કલાકે ઉપડશે. હાપા-મડગાંવ એક્સપ્રેસ વાયા રાજકોટ-અમદાવાદ-સુરત બપોરે ૩.૦૦ના બદલે સવારે ૧૦.ર૦એ ઉપડશે.

ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ વાયા અમદાવાદ સવારે ૭.૦૦ના બદલે ૧૩ કલાકે ઉપડશે. બિકાનેર-કોઇમ્બતૂર એક્સપ્રેસ વાયા અમદાવાદ બપોરે ૪.૦૦ કલાકના બદલે પ કલાકે એક કલાક મોડી ઉપડશે. ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ વાયા અમદાવાદ સવારે ૭.૩૦ના બદલે બપોરે ૧.૧૦ કલાકે ઉપડશે અને ઓખા-અર્નાકુલમ્ એક્સપ્રેસ બપોરના ૩.૪પના બદલે ૪.રપ કલાકે ઉપડશે.

You might also like