આ નવ ચહેરાઓની થશે મોદી કેબિનેટમાં એન્ટ્રી, જાણો કોણ-ક્યાંથી છે..

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે પોતાની કેબિનેટનો વિસ્તાર કરશે. મંત્રીમંડળમાં ફેરબદલીને લઇને પાર્ટીની સળંગ બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. દિવસભર ચાલેલી બેઠક બાદ સાંજે 9 વાગે નેતાઓનાં નામ સામે આવ્યાં. જણાવાઇ રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં આ ચહેરાઓને જગ્યા મળી શકે છે. જો કે પાર્ટીનાં આ નામોને હાલ કોઇ જ રીતે ફાઇનલ કરવામાં નથી આવ્યાં. હવે જુઓ તે સંભવિત 9 નેતાઓ વિશે, કે જેને કેબિનેટ બેઠકમાં જગ્યા મળી શકે છે.
શિવ પ્રસાદ શુક્લા

ઉત્તરપ્રદેશથી રાજ્યસભાનાં સાંસદ છે. જે સંસદીય સમિતિનાં સભ્ય પણ છે.

અશ્વિનીકુમાર ચૌબે

બિહારનાં બક્સચરથી લોકસભાનાં સાંસદ છે અને સાથે કેન્દ્રીય સિલ્ક બોર્ડનાં મેમ્બર પણ છે. સાથે સંસદીય સમિતિ (ઉર્જા)નાં સભ્ય પણ છે.

વિરેન્દ્ર કુમાર

વિરેન્દ્ર કુમાર મધ્ય પ્રદેશનાં ટિકમગઢથી લોકસભાનાં સાંસદ છે, અને સાથે મજૂરોનાં મામલાને લઇ બનેલ સંસદીય સમિતિનાં પ્રમુખ પણ છે.

અનંતકુમાર હેગડે

અનંતકુમાર કર્ણાટકથી લોકસભાનાં સાંસદ છે. જે વિદેશ અને માનવ સંસાધન મામલાને લઇ બનેલ સંસદીય સમિતિનાં સભ્ય પણ છે.

રાજકુમાર સિંહ

બિહારનાં આરાથી લોકસભાનાં સાંસદ છે. જે પૂર્વ બિહાર કાડરની 1975ની બેચનાં પૂર્વ IPS ઓફિસર છે. જે ફેમિલી વેલફેયર પર બનેલ સંસદીય સમિતિનાં મેમ્બર પણ છે.

હરદીપસિંહ પૂરી

હરદીપસિંહ પૂરી કે જે રિસર્ટ એન્ડ ઇન્ફર્મેશન ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (RIS)નાં પ્રેસિડેન્ટ છે. જે 1974ની બેચનાં પૂર્વ IFS ઓફિસર છે.

ગજેન્દ્રસિંહ શેખાવત

ગજેન્દ્રસિંહ રાજસ્થાનનાં જોધપુરનાં લોકસભાનાં સાંસદ છે. જે વિત્ત મામલે બનેલ સંસદીય સમિતિનાં પ્રમુખ પણ છે.

સત્યિપાલ સિંહ

ઉત્તરપ્રદેશનાં બાગપતથી લોકસભાનાં સાંસદ છે. જે સંસદીય સમિતિ (ઓફિસ અને પ્રોફિટ)નાં સભ્ય પણ છે. સાથે મહારાષ્ટ્રનાં કાડરનાં IPS ઓફિસર પણ રહી ચૂકેલ છે.

અલફોન્સ કન્નાથનમ

અલફોન્સ કેરલનાં કાડરનાં 1979ની બેચનાં IPS ઓફિસર પણ રહી ચૂકેલ છે. જે ડીડીએ કમિશ્નર પણ રહી ચૂકેલ છે અને સાથે વ્યવસાયથી વકીલ પણ છે.

You might also like