અગ્રણી નવ કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૭૫,૦૦૦ કરોડનો વધારો

અમદાવાદ: શેરબજારમાં પાછલાં સપ્તાહે શાનદાર સુધારો જોવાયો હતો, જેના કારણે અગ્રણી નવ કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૭૫,૫૮૫ કરોડનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે ે પાછલાં સપ્તાહે સેન્સેક્સમાં ૭૨૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. ટીસીએસની માર્કેટ કેપ રૂ. ૧૮,૪૬૨ કરોડ વધીને ૪.૫૭ લાખ કરોડની સપાટીએ પહાંેચી ગઇ છે.
ઓએનજીસી માર્કેટ કેપમાં રૂ. ૧૫,૦૦૦ કરોડનો વધારો નોંધાઇ ૧.૮૦ લાખ કરોડ, જ્યારે રિલાયન્સ માર્કેટ કેપમાં ૧૨,૦૦૦ કરોડનો વધારો નોંધાઇ ૩.૦૬ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે.
એ જ પ્રમાણે આઇટી કંપની ઇન્ફોસિસની માર્કેટ કેપમાં ૯,૬૫૮ કરોડનો વધારો નોંધાયો છે. કોલ ઇન્ડિયાની માર્કેટ કેપમાં રૂ. ૫,૭૧૬ કરોડ, એચડીએફસી બેન્કની માર્કેટ કેપમાં રૂ. ૩,૭૧૩ કરોડ, જ્યારે સન ફાર્માની માર્કેટ કેપમાં રૂ. ૩,૭૦૬ કરોડનો વધારો નોંધાયો છે. જ્યારે હિંદુસ્તાન યુનિલિવરની માર્કેટ કેપમાં રૂ. ૩,૧૮૦ કરોડનો વધારો નોંધાઇ ૧.૭૮ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. તો બીજી બાજુ એચડીએફસીની માર્કેટ કેપમાં રૂ. ૩,૬૧૫ કરોડનો ઘટાડો નોંધાઇ ૧.૬૭ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે.

You might also like