નવ IAS અધિકારીની બદલી કરાઈ

ગાંધીનગર: આગામી તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૬થી યોજાનારા બજેટ સત્રની પહેલા રાજ્ય સરકાર દ્વારા આઈપીએલ તેમજ આઈએએસ અધિકારીઓના બદલી, બઢતી કે વધારાની કામગીરીને લગતા નોટિફિકેશન બહાર પડી રહ્યા છે. આજે આ પ્રકારના નોટિફિકેશન હેઠળ ગાંધીનગરના મ્યુનિ. કમિશનર જી.આર. ચૌધરીની ટ્રાઈબલ ડેવલપમેન્ટના કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે.

જ્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ ડી.એન. મોદીની ગાંધીનગર મ્યુનિ. કમિશનર પદે નિયુક્તિ કરાઈ છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે નવ આઈેએસ અધિકારીની બદલી અથવા વધારાની ફરજને લગતા ઓર્ડર કરાયા હતા.

You might also like