ઝોલન એક્સ્પ્રેસના 9 ડબ્બા પાટા પર ઉતર્યા, મોટી જાનહાની ટળી

નવી દિલ્હીઃ લુધિયાણામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જોકે તેમાં મોટી જાનહાની થઇ નથી. સતલુજ નદી પાસે આજે વહેલી સવારે ઝોલમ એક્સ્પ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાં હતા. જેમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને લુઘિયાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ટ્રેન જમ્મુથી પૂણે જઇ રહી હતી. જલંધરથી લુધિયાણા તરફ જઇ રહેલી પુણે જમ્મુતાવી ટ્રેન નંબર 11077 ઝોલમ એસ્પ્રેસ કિલ્લોર જઇને પાટા પરથી ઉતરી પડી હતી.

કોચ S-1 થી S-10 સુધીના તમામ કોચ ખૂબ જ અસરગ્રસ્ત થયા છે. પહેલાં એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. ત્યાર બાદ નવ કોચ વારફરતી પાટા પરથી ઉતરી પડ્યાં હતા. બંને બાજુ બે કિલોમિટરનો ટ્રેક ઉબળખાબળ હતો. આ ઘટના બાદ દિલ્હી અપડાઉન વાળી તમામ ગાડીઓ રોકી દેવામાં આવી હતી.


આ ઘટનાને જોતા ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. SDM કિલ્લોર અને  DSP કિલ્લોર ધટના સ્થળ પર હાજર છે. આ ઘટના સતલુજ નદીથી લગભદ 50 મીટર દૂર થઇ હતી. સત્તાધિશો દ્વારા હોસ્પિટલમાં પણ ખડેપગે ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

You might also like