નિમ્રત ફોલો કરે છે વિદ્યા બાલનને

ધ લંચબોક્સ ફિલ્મથી બોલિવૂડમાં અાવેલી નિમ્રત કૌરે ‘અેરલિફ્ટ’ ફિલ્મ બાદ સાબિત કરી દીધું કે તે એક સક્ષમ અભિનેત્રી છે. તે હાલમાં અમેરિકી ટીવી સિરીઝ ‘વેવાર્ડ પાઇન્સ’ની બીજી સિઝનમાં કામ કરી રહી છે. તે કહે છે કે હું અાગળ જઈને સારી ફિલ્મો કરવા ઇચ્છું છું. એવી ફિલ્મો જે દર્શકો સુધી પહોંચી શકે. હવે તો અોફબિટ ફિલ્મો પણ મસાલા ફિલ્મોની જેમ મોટો બિઝનેસ કરવા લાગી છે. ‘અેરલિફ્ટ’ કોમર્શિયલ ફિલ્મ ન હતી, છતાં પણ અા ફિલ્મે સારો બિઝનેસ કર્યો. અાજના દર્શકો ઇમાનદારીથી બનાવેલી દરેક ફિલ્મ જોવા ઇચ્છે છે. સુપર સ્ટાર્સ હવે સારા વિષયવાળી ફિલ્મોમાં રસ દર્શાવવા લાગ્યા છે. અા બોલિવૂડનું એક સકારાત્મક પરિવર્તન છે. સુપરસ્ટાર્સની સમજમાં અાવી ગયું છે કે કન્ટેન્ટ વગર કોઈ પણ ફિલ્મ ક‌િરશ્મા કરી શકતું નથી.

હવે દર્શકો બદલાઈ ચૂક્યા છે. દર્શકોની વિરુદ્ધ જઈને કોઈ પણ ફિલ્મ હિટ ન થઈ શકે. વિદ્યા બાલન નિમ્રતની ફેવરિટ અભિનેત્રી છે. તે કહે છે કે અાજની અભિનેત્રીઅોમાં એક િવદ્યા છે, જેને યથાર્થવાદી ફિલ્મોમાં કામ કરવાનું એક નવું ચલણ શરૂ કર્યું છે. એવી ફિલ્મો જે સંપૂર્ણ રીતે મસાલા ફિલ્મો પણ છે અને જેમાં કલાત્મકતા પણ છે. અાજની અભિનેત્રીઅોમાં જે યથાર્થવાદી વિચારો કે રસ દેખાઈ રહ્યો છે, તેનું એક કારણ વિદ્યા છે. િનમ્રત કહે છે કે હું વિદ્યાને ફોલો કરું છું. બોલિવૂડમાં તેનાં કોઈ સગાંવહાલાં નથી. તેથી લાંબા સમયના સંઘર્ષ બાદ તેણે સફળતા મેળવી. તેનું કામ મને શરૂઅાતથી પ્રેરણા અાપી રહ્યું છે. મને તેની દરેક ફિલ્મની રાહ હોય છે.

You might also like