એક્સાઇટેડ છે નિમ્રત કૌર

બહુચર્ચિત ફિલ્મ ‘ધ લંચબોક્સ’થી ચર્ચામાં આવેલી નિમ્રત કૌર વાસ્તવમાં ખૂબ સંવેદનશીલ, ઇમાનદાર અને પોતાનામાં જ રહેનારી વ્યક્તિ છે. તે પોતાની માતા સામે એક સ્વતંત્ર અને તાકાતવર છોકરીની છબી રજૂ કરે છે, પરંતુ ખરેખર તો તે તેની માતા પર જ નિર્ભર છે. તે આ વર્ષે અક્ષયકુમારની ઓપોઝિટ ‘એરલિફ્ટ’ ફિલ્મમાં જોવા મળશે. 2013માં આવેલી ફિલ્મ ‘લંચબોક્સ’એ નિમ્રતને રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ અંગે વાત કરતાં તે કહે છે કે તે મારા જીવનનો સૌથી યાદગાર અનુભવ રહ્યો. રીતેશ બત્રા જેવા ડિરેક્ટર અને ઇરફાન ખાન તથા નવાઝુદીન સિદ્દિકી જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરીને હું ઘણુંબધું શીખી. આ ફિલ્મે મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી. હવે નિમ્રત અક્ષય જેવા સ્ટાર સાથે કામ કરી રહી છે.

આ અંગે વાત કરતાં તે કહે છે કે હું અક્ષય સાથે કામ કરીને ખૂબ એક્સાઇટેડ છું. હું તેની ફિલ્મો જોઇને જ મોટી થઇ છું. મારી પહેલાંથી જ તેની સાથે ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા હતી.  તે ખૂબ જ મજાની વ્યક્તિ છે. આટલો મોટો સ્ટાર હોવા છતાં જમીન સાથે જોડાયેલો છે. તે ખૂબ ફની વ્યક્તિ છે. નિમ્રત એક નહીં, ઘણી વાર પ્રેમમાં પડી છે. તે કહે છે કે મને ઘણીવાર પ્રેમ થયો છે, પરંતુ કોઇ સ્ટાર સાથે નહીં. ‘ધ લંચબોક્સ’ ફિલ્મ કર્યા પહેલાં હું કોઇની સાથે રિલેશનશિપમાં રહી નથી. નિમ્રત સંસારમાં સૌથી વધુ પ્રેમ તેની માતાને કરે છે. તે કહે છે, મારી માતા મારી અંદરની તાકાત છે. હું આજે જે કંઇ છું તે તેના વિશ્વાસ અને સાહસના કારણે જ છું. તેણે મને એ બધું કરવાની છૂટ આપી, જે હું ઇચ્છતી હતી. •

You might also like