જન્મદિવસે જ શહીદની અંતિમ વિદાય, 8 દિવસ પહેલાં કહ્યું હતું જલ્દી આવીશ

રાજસમંદ/ભીમઃ જમ્મુ કશ્મીરમાં ઉડીમાં શહીદ થયેલા રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નિંબ સિંહના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. ત્યારે તેમના અંતિમ સંસ્કાર સાથે એક અજીબ સંયોગ જોવા મળ્યો. તેમના જન્મદિવસે જ તેમને અગ્નીદાહ આપવામાં આવ્યો. નિંબ સિંહના મોટા ભાઇ રાસાસિંહે જણાવ્યું કે વર્ષ 1968માં જન્મેલા નિંબ સિંહનો મંગળવારે 46મો જન્મદિવસ હતો. જન્મદિવસે જ તેમની અંતિમ વિદાય થઇ.

પાર્થિવ દેહને રાત્રે સાડા આઠ વાગે ભીમ સૈનિક વિશ્રાંતિ ગૃહ પહોંચતા જ લોકો તેના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સૈન્ય અધિકારીઓએ તમામને ધીરજ રાખીને દર્શન કરવાનું જણાવ્યું હતું. અંતિમ હુમલામાં શબ ખૂબ જ બળી ગયું હતું. ડોક્ટરે મૃતદેહને કોફીનમાંથી બહાર કાઢવાની ના પાડી હતી. તેથી લોકો તેમના અંતિમ દર્શન લાઇનમાં ઉભા રહીને કર્યા હતા.

રતન સિંહના પિતા કેસર સિંહ રાવત પણ સૈનિકમાં હતા. તેમની ઇચ્છા હતી કે તેમનો કોઇ એક પુત્ર સૈન્યમાં જોડાય. 1939માં બીજા વિશ્વ યુદ્ધમાં સાત વર્ષ સુધી જર્મન જેલમાં બંધ રહેનાર કેસરસિંહ રિટાયર્ડ થયા બાદ પોલીસમાં ભીલવાડામાં સિપાહી હતા. તેમનું 30 નવેમ્બર 1993ના રોજ નિધન થયું હતું. જ્યારે શહિદની માતા તોપી દેવીનું 5 ફેબ્રુઆરી 20002માં નિધન  થયું હતું.

નિંબ સિંહ લોકોની દારૂની લત પણ છોડાવતા હતા. સાત ભાઇ બહેનોમાં નિંબ સિંહ ત્રીજા નંબર હતા. જેમણે પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. નિંબ સિંહે પણ પોતાના પાંચ પુત્ર-પુત્રીમાંથી કોઇ એક સેનામાં જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. હજી તો આઠ દિવસ પહેલાં જ પરિવારને જલ્દી ઘરે આવવાનું વચન આપ્યું હતું. ત્યારે પાર્થીવ દેહને તેમના ઘરે લાવાતા  પરિવારમાં આક્રાંદ થયો હતો.

You might also like