નીલાબેન પટેલની હિંમતનગર પાલિકાના પ્રમુખપદે વરણી

હિંમતનગર: હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની શનિવારે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખની સીટ મહિલા અનામત હોવાથી બે મહિલાઓએ પ્રમુખ પદે દાવેદારી નોંધાવી હતી. જેમાં આજે યોજાયેલી સામાન્ય સભામાં ભાજ૫ના પ્રમુખ તરીકે નીલાબેન પટેલની તેમજ ઉપપ્રમુખ તરીક અનિરૂધ્ધભાઈ સોરઠિયાની વરણી કરવામાં આવી હતી.

તો બીજી તરફ પાલિકામાં છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા કલ્પનાબેન પટેલ પણ દાવેદાર હતા. પરંતુ તેમને પ્રમુખ પદ ન મળ્યું એટલે તેઓએ પાર્ટી સામે વિરોધ કરી સભ્ય પદેથી રાજીનામુ આપતા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો.હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.

સભામાં પ્રમુખની સીટ મહિલા અનામત હોવાથી ભાજપના નીલાબેન પટેલ અને કલ્પનાબેન પટેલ એમ બે મહિલાઓએ પ્રમુખ પદે દાવેદારી નોંધાવી હતી પરંતુ પાર્ટીના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે નીલાબેન પટેલની વરણી કરી હતી તેમજ ઉપપ્રમુખ પદે અનિરૂધ્ધભાઈ સોરઠિયાની વરણી કરવામાં આવી હતી.

બીજી તરફ છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાતા કલ્પનાબેન પટેલ પણ પ્રમુખ પદના દાવેદાર હતા પરંતુ છેલ્લી ઘડીએ જ પ્રમુખનો તાજ ભાજપના સિનિયર મહિલા અગ્રણી અને સંગઠનમાં જેમનું ખૂબ મહત્વનું યોગદાન હતું તેવા નીલાબેન પટેલના સીરે જતાં જ કલ્પનાબેને સભામાં હંગામો કર્યો હતો અને શહેર ભાજપના સંગઠનના પદાાધિકારો જોડે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. સામસામે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો અને કલ્પનાબેને સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

You might also like