નિકોલકાંડ મૃતકનાં પરિવારજનોની સહાયનો ચેક લેવા આનાકાની

અમદાવાદ: ગત તા.૧ર એપ્રિલ, મંગળવારે સવારે ૧૧-૩૦ વાગ્યાની આસપાસ નિકોલ ગામ રોડ ખાતે કોર્પોરેશનની ‌િડમો‌િલશનની કામગીરી દરમિયાન ચાર હતભાગીઓના દીવાલ નીચે દટાઇ જવાથી કરુણ મોત નીપજ્યાં હતાં. આ કરુણાંતિકાએ રાજ્યભરમાં ખળભાળાટ મચાવ્યો હતો, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.ચાર લાખની સહાયની જાહેરાત કરાઇ હતી. આજે સવારે શહેરના મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓએ નિકોલ ખાતે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયના ચેક આપ્યા હતા. આ ઉપરાંત ઇજાગ્રસ્તને રૂ.પ૦ હજારની સહાયનો ચેક સુપરત કરાયો હતો.

દરમિયાન મૃતક મૃગેશભાઈના પરિવારજનોએ નાણાકીય સહાય સ્વીકારવાની આનાકાની કરીને સરકારી નોકરીની સત્તાધીશો સમક્ષ માગણી કરી હતી. આ લખાય છે ત્યારે શાસકો મૃગેશભાઈના પરિવારજનોને નાણાકીય સહાય સ્વીકારી લેવાની અપીલ કરી રહ્યા છે. આમ અત્યારે કોકડું ગૂંચવાયું છે.

You might also like