પગ પ્રમાણે એડ્જસ્ટ થતાં શૂઝ

અત્યાર સુધી ‘બેક ટુ ધ ફ્યુચર’ જેવી સાયન્સ-ફિક્શન ફિલ્મોનો જ હિસ્સો રહેલાં એડ્જસ્ટેબલ શૂઝ હવે વાસ્તવિક્તા બન્યાં છે. સ્પોર્ટ્સવેઅર બનાવતી વિખ્યાત કંપની નાઈકીએ જોરશોરથી હાઈપર અડેપ્ટ ૧.૦ નામનાં સ્પોર્ટ્સ શૂઝ લોન્ચ કર્યા છે. પહેલી નજરે નોર્મલ શૂઝ જેવાં જ લાગતાં અા જૂતાંમાં વિશ્વમાં સૌપ્રથમ વાર અડેપ્ટિવ લેસિસનો ઉપયોગ કરવામાં અાવ્યો છે. મતલબ કે એમાં પગ નાખતાં જ પગની એડી નીચે અાવેલું સેન્સર એક્ટિવેટ થઈ જાય અને પગના અાકાર પ્રમાણે શૂઝ ટાઈટ થઈ જાય છે. અા ઉપરાંત જૂતાંની બાજુના ભાગમાં બે બટન અપાયાં છે જે દાબતાં શૂઝને હજી વધુ ટાઈટ કે લૂઝ કરી શકાય છે.

You might also like