નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને થાય છે ગર્ભધારણની સમસ્યા

જે મહિલાઓ રાત્રે નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેમને ગર્ભધારણની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે તે બાળક પેદા કરવા માટે પણ સક્ષમ રહેતી નથી. એક્પર્ટના મતે એવી મહિલાઓ કે જેમના ઓફિસનો કામ કરવાનો સમય અસ્થિર છે તેમની પ્રજનન ક્ષમતા બગડી જાય છે.

સાથે જ એવી મહિલાઓ કે જેમના કામમાં શારીરિક ક્ષમ વધારે હોય છે. તેમને પણ બાળક પેદા કરવામાં મુશ્કેલી પડે છે. રિસર્ચ દરમ્યાન એ વાત સામે આવી છે કે આવું મહિલાઓમાં હોર્મોન્સમાં પરિવતર્નને કારણે થાય છે. આ પરિવર્તન સુવાની અનિયમિતતાને કારણે અને વધારે શારીરિક શ્રમને કારણે થાય છે. શોધકર્તાઓએ આ રિસર્ચમાં 473 મહિલાઓને શામેલ કરી છે. જેમની પર રિસર્ચ કર્યા પછી આ વાત સામે આવી છે.

જે મહિલાઓ નિયમિત રીતે નાઇટ શિફ્ટમાં જાય છે તેમાંથી 24 ટકા સુધી ઇંડા ઓછા પરિપક્વ થાય છે. આ ઇંડા વિકસિત થવા માટે સક્ષમ હોતા નથી. જ્યારે જે મહિલાઓ શારીરિક શ્રમ કરે છે તેમનામાં 14 ટકા ઓછા પરિપક્વ હોય છે.  જન્મતાની સાથે જ છોકરીમાં કેટલાક અપરિપવ્ક ઇંડા હોય છે. જે કિશોરાવસ્થા સુધી પરિપક્વ થઇ જાય છે. પરંતુ જો આ હોર્મોન્સ અસંતુલિત થઇ જાય તો ઇંડા પરિપક્વ થતા નથી અને વિકસિત થઇને બાળક પેદા કરી શકતા નથી. નાઇટ શિફ્ટને કારણે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાને કારણે બાળકો પેદા કરવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

http://sambhaavnews.com/

You might also like