નાઇટ શિફ્ટ અને અસંતુલિત ઊંઘ લેનારા પુરુષોને થઈ શકે છે કેન્સર

રાત પાલીમાં કામ કર્યા પછી દિવસે સારી ઊંઘ નહિ લેનારા પુરુષો અથવા રાત્રીના દસ કલાકથી વધુ ઊંઘતા લોકો થઈ જાઓ સાવધાન. કેમ કે ઓછું કે વધારે ઊંઘવું બંને ખતરનાક છે. વૈજ્ઞાનિકોએ એક નવી શોધમાં દાવો કર્યો છે કે ઓછું કે વધારે ઊંઘતા પુરુષોને કેન્સરનો ખતરો રહે છે.

ચીનના હુઆઝોંગ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશ્વવિદ્યાલયના સંશોધકોએ આ શોધમાં 27 હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓની મુલાકાત લઈ ભેગા કરેલા આંકડા અને તેઓની સમીક્ષઆ કરીને એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે અસંતુલિત ઊંઘથી પુરુષોને કેન્સર થવાની શક્યા વધી જાય છે.

ત્રણ આદતો પર અભ્યાસ કરવામાં આવ્યો
આ શોધમાં સંશોધકોએ સૂવાની ત્રણ આદતો અને કેન્સર થવા વચ્ચે સંબંધ શોધી કાઢ્યો છે. આમાં રાત્રપાલીમાં કામ કરનારા, દિવસે નહિ ઊંઘનારા અને રાત્રીના દસ કલાકથી વધુ ઊંઘનારાઓને કેન્સર થવાના ખતરા પર અભ્યાસ કર્યો છે.

43 ટકા વધી જાય છે ખતરો
આ શોધમાં સંશોધકોને જાણવા મળ્યું છે કે ઊંઘવાની આ ત્રણ આદતોમાં પુરુષોની બે આદતો હોય છે, તેથી તેઓમાં કેન્સર થવાની શક્યતામાં 43 ટકા વધારો થાય છે. રાતપાલીમાં કામ કરનારા પુરુષો 27 ટકા શિકાર થાય છે. જે પુરુષ દિવસના અડધો કલાક ઊંઘે છે તેઓની સરખામણીમાં નહિ

ઊંઘનારાઓમાં કેન્સરનું જોખમ 2 ગણું વધી જાય છે. જ્યારે કે દસ કલાકથી વધુ ઊંઘનારા લોકોને પણ કેન્સર થવાની શક્યાતા રહે છે. જોકે, આ અભ્યાસમાં મહિલાઓને કેન્સર થવાની શક્યતાઓની કોઈ સાબિતી મળી નથી.

You might also like