રાતના સમયે ખાડામાં કોઈ પડે તો જવાબદાર કોણ?

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલ રોડ પર આવેલા રસ્તા વચ્ચે આવતી ભૂગર્ભ ગટરની કૂંડીનું ઢાંકણું આજુબાજુના સપોર્ટ સાથે આખેઆખું રોડની નીચે દબાઈ જતાં મ્યુનિ. કોર્પો.એ અહીં મોટો ખાડો ખોદી નાખ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી વિશાળ ખાડાે ખુલ્લો પડ્યો છે, જેના લીધે રસ્તા પરથી આવતાં-જતાં વાહનો ખાડામાં પટકાતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને સેન્ટ્રલ જેલ આવેલી હોવાથી પોલીસની અવરજવર વધુ હોય છે અને રાતના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાથી આ ખાડો વધુ જોખમી પુરવાર થઈ રહ્યો, જેના કારણે લોકોમાં રોષની લાગણી પ્રસરી છે ત્યારે તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું ઊંચું કરી તેને રોડના લેવલમાં કરવામાં આવે તેવી માગ પ્રવર્તી રહી છે.

You might also like