બોગસ પાસપોર્ટ પર અાવેલી નાઇજિરિયન મહિલા પકડાઈ

અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટના આધારે ના‌ઇજિરિયા જતી એક ના‌ઇજિરિયન મહિલાને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે પકડી પાડી છે. બોગસ પાસપોર્ટના આધારે આ મહિલા અબુધાબીથી અમદાવાદ આવી હતી અને ત્યારબાદ અમદાવાદથી નાઇજિરિયા જઇ રહી હતી. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મહિલા પર શંકા જતાં તેના પાસપોર્ટનું વે‌િર‌િફકેશન કર્યું હતું તો તે બોગસ હોવાનું સામે આવ્યું છે.

ગઇ કાલે નાઇજિરિયામાં રહેતી ઓબે ડિલેન્સી નામની મહિલા તેના દેશમાં પરત જવા માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. એરપોર્ટ પર ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને ઓબે ડીલેન્સી પર શંકા ગઇ હતી, જેથી તેનો પાસપોર્ટ ચેક કરવા માટે માગ્યો હતો. ઓબે ડીલેન્સીનો પાસપોર્ટ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ચેક કર્યો તો તે પાસપોર્ટ જોન્સન ફેંથાના નામે ઇશ્યૂ કરાયો હતો.

ઓબે ડિલેન્સીએ કોઇ એજન્ટ મારફતે અન્ય મ‌હિલાના નામે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો. ઓબે ડીલેન્સી આ પાસપોર્ટ પર નાઇજિરિયાથી અબુધાબી ગઇ હતી અને અબુધાબીથી ઇતિહાદની ફ્લાઇટમાં અમદાવાદ આવી હતી.

You might also like