નાઇજીરિયામાં ઓઇલ ટેન્ક્રમાં ભીષણ આગ, 9 લોકોનાં મોત, 53 વાહન બળીને ખાખ

નાઇજીરિયાની વેપારની રાજધાની લાગોસમાં એક દર્દનાક દૂર્ઘટના ઘટી છે. લાગોસમાં એક પેટ્રોલ ટેન્કરમાં આગ લાગવાના કારણે મોટો બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય 53 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ થવાથી આસાપાસના 53 વાહનો સળગીને રાખ થઇ ગયા છે.

ઓઇલ ટેન્કરમાં આગના સમાચાર પ્રાપ્ત થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે બંને તરફથી રસ્તો બંધ કરી દીધો હતો જેના કારણે વધારે કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય. આ બ્લાસ્ટ બાદ આગની જ્વાળાઓ અને ધુમાડા દુર-દુરથી જોઇ શકાતા હતો. જેના કારણ અનુમાન લગાવી શકાતું હતું કે આ આગ કેટલી વિકરાળ હતી. આ બ્લાસ્ટથી સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે લાગોસ આફ્રિકાનું સૌથી મોટું શહેર છે. જેમાં 21 મિલિયનથી વધારે લોકો રહે છે. નાઇજીરિયા આફ્રિકાનું સૌથી વધુ તેલ ઉત્પાદકમાંથી એક છે.

You might also like