નાઈજિરિયામાં રેફ્યુજી કેમ્પ પર ભૂલથી બોમ્બમારોઃ ૧૦૦નાં મોત

મૈંડપુરી: નાઈજિરિયાઈ વાયુસેનાનાં યુદ્ધ વિમાન દ્વારા ભૂલથી શરણાર્થીઓના કેમ્પ પર બોમ્બ ફેંકવામાં આવતાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિમાનમાથી બોમ્બમારો કરવાનું મિશન આતંકી સંગઠન બોકોહરામ વિરુદ્ધ હતું. પરંતુ ભૂલથી રેફ્યુજીના કેમ્પ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

સેનાના જેટે રેફ્યુજીના કેમ્પ પર ભૂલથી બોમ્બમારો કર્યો હતો. આ બનાવ બાદ ઘટનાસ્થળે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામા આવ્યા છે. સેનાના કમાન્ડર મેજર જનરલ લુકી ઈરાબોરે ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું કે કૈમરૂનની સરહદ નજીક ઉત્તર પૂર્વ રાનમાં આ દુર્ઘટના થઈ હતી. ઘાયલોમાં સેનાના બે જવાન અને ડોકટરો સાથે કામ કરનારા સ્થાનિક લોકો છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે બોકોહરામના આંતકીઓ એકત્ર થયાના અહેવાલ બાદ યુદ્ધ વિમાનને મિશન માટે રવાના કરવામાં આવ્યું હતું. જોકે વાયુસેનાના યુદ્ધ વિમાન દ્વારા ભૂલથી શરણાર્થીઓના કેમ્પ પર બોમ્બમારો થતાં આ ઘટના બની હતી. આ ઘટના અંગે નાઈજિરિયાના રાષ્ટ્રપતિ મહંમદ બુખારીએ દુખ વ્યકત કરતાં લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like