નાઇજેલ લોંગ થર્ડ અમ્પાયરની ભૂમિકા નહીં ભજવે

વેલિંગ્ટનઃ તાજેતરમાં જ વિવાદોમાં ફસાયેલા આઇસીસી અમ્પાયર નાઇજેલ લોંગ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ રમાનાર બીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા નહીં નિભાવે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પૂરી થયેલી શ્રેણી દરમિયાન વિવાદોમાં ઘેરાયેલા નાઇજેલ લોંગ હવે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટની શ્રેણીની અંતિમ ટેસ્ટમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા નહીં નિભાવે. નાઇજેલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે હેમિલ્ટન ટેસ્ટ માટે થર્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ હવે બંને મેચમાં લોંગ મેદાન પરના અમ્પાયરની ભૂમિકા ભજવશે.

You might also like