સેટબેકઃ સેન્સેક્સે 38 હજારની સપાટી ગુમાવી

અમદાવાદ: શેરબજાર આજે ઘટાડા સાથે શરૂ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી ૧૧,૪૫૦થી નીચે સરકી ગઇ હતી, જ્યારે સેન્સેક્સમાં ૧૦૦ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સે ૩૮,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૪૮.૮૧ પોઇન્ટના ઘટાડા સાથે ૩૭,૯૭૫.૫૬ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે, જે ૦.૧૩ ટકાનો ઘટાડો સૂચવે છે, જ્યારે નિફ્ટી ૧૨.૨૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧,૪૫૮.૫૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહી છે, જે ૦.૧૦ ટકાનો ઘટાડો સૂચવે છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ સૂસ્તીનો માહોલ જોવા મળ્યો છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ફ્લેટ દેખાઇ રહ્યો છે. પીએસયુ બેન્કો, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એફએમસીજીના શેર પર દબાણ જોવા મળ્યું છે. એસબીઆઇ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી ઇન્ફ્રાટેલ, એચડીએફસી, ટાટા સ્ટીલ જેવા શેર ૧.૩થી ૦.૫ ટકા સુધી ગગડ્યા છે.

You might also like