નિફ્ટી બાવન સપ્તાહની ઊંચી સપાટીએ ખૂલી

અમદાવાદ: વિદેશી શેરબજારોને સપોર્ટે તથા સ્થાનિક બજારમાં એફઆઇઆઇની ખરીદીએ આજે શરૂઆતે જ નિફ્ટી ૩૭ પોઇન્ટને સુધારે ૮,૭૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૭૨૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. નિફ્ટી બાવન સપ્તાહની ઊંચી સપાટીએ જોવાઇ હતી. એ જ પ્રમાણે સેન્સેક્સ પણ ૧૪૫ પોઇન્ટને ઉછાળે ૨૮,૨૨૩ની સપાટીએ ખૂલ્યો હતો. ઓટોમોબાઇલ, મેટલની આગેવાનીએ બજારમાં સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે એચડીએફસી કંપનીના શેરમાં ૧.૨૯ ટકા, રિલાયન્સ કંપનીના શેરમાં ૧.૨૪ ટકા, જ્યારે આઇટીસી કંપનીના શેરમાં ૦.૯૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે એનટીપીસી, ભારતી એરટેલ અને ભેલ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટર ઇન્ડેક્સમાં પણ ૦.૩૦ ટકાથી ૦.૫૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. બેન્ક નિફ્ટીએ પણ ૧૯ હજારનું લેવલ ક્રોસ કરી ૧૯,૦૧૪ની સપાટીએ જોવાઇ હતી.

You might also like