સેન્સેક્સમાં ૧૫૦ પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે બેન્ક શેરની આગેવાનીએ શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. સેન્સેક્સમાં ૧૫૭ પોઇન્ટના ઉછાળે ૨૮,૧૬૨ પોઇન્ટ, જ્યારે નિફ્ટી ૪૩ પોઇન્ટના ઉછાળે ૮,૬૬૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટોમોબાઇલ, બેન્ક શેરમાં નીચા મથાળે ભારે લેવાલી આવતાં મજબૂત ઉછાળાની ચાલ નોંધાઇ હતી.

યુએસ ફેડરલ રિઝર્વે જાહેર કરેલી મિનિટ્સમાં વ્યાજના દરમાં વધારો કરવાની ઉતાવળ નહીં હોવાના સંકેતો પાછળ એશિયાઇ બજાર અને સ્થાનિક બજારમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. આેજ શરૂઆતે ૫૫૦ શેરમાં સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ૧૭૫ શેરમાં ઘટાડો નોંધાયો હતો.

ડો. રેડ્ડીઝ લેબ્સ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ ગેઇલ, કોલ ઇન્ડિયા, એલએન્ડટી અને બજાજ ઓટો કંપનીના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી.

You might also like