સેન્સેક્સે ઈન્ટ્રા-ડેમાં નવી ઊંચાઈ બનાવી

અમદાવાદ: સપ્તાહની શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક બજારોમાં જોવા મળેલા સપોર્ટ પાછળ તથા સ્થાનિક કક્ષાએ વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોની ખરીદીના પગલે સેન્સેક્સ ૨૩૦ પોઇન્ટના ઉછાળે ૩૧,૫૯૧ની સપાટીએ, જ્યારે નિફ્ટી ૧૮ પોઇન્ટના સુધારે ૯,૬૮૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઇએ જોવા મળ્યા હતા.

બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ઘટાડે જોરદાર લેવાલી નોંધાઇ હતી. ઓટો, બેન્કિંગ, આઇટી, મીડિયા, ફાર્મા, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં જોરદાર લેવાલી જોવાઇ હતી. આજે શરૂઆતે ભારતી એરટેલ, ટીસીએસ, લ્યુપિન, સન ફાર્મા અને ટાટા મોટર્સના શેરમાં ૩.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જોકે એચયુએલ અને આઇટીસી કંપનીના શેરમાં પ્રેશર જોવાયું હતું.

મિડકેપ સેક્ટરમાં રિલાયન્સ કોમ્યુનિકેશન, યુનિયન બેન્ક, વીડિયોકોન, ઓરિયન્ટલ બેન્કના શેરમાં સાત ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો.

ડોલર સામે રૂપિયો ૬૪.૫૬ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૬૪.૫૬ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયામાં ચાર પૈસાની મજબૂતાઇ નોંધાઇ હતી. પાછલાં સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૪.૬૦ની સપાટીએ બંધ જોવાયો હતો.

બેન્ક શેરમાં ઉછાળો
પીએનબી ૫.૪૫ ટકા
બેન્ક ઓફ બરોડા ૨.૭૪ ટકા
એસબીઆઈ ૧.૦૯ ટકા
એક્સિસ બેન્ક ૧.૦૫ ટકા
યસ બેન્ક ૦.૮૪ ટકા
એચડીએફસી બેન્ક ૦.૦૮ ટકા
ICICI બેન્ક ૦.૫૫ ટકા
http://sambhaavnews.com/

You might also like