નિફ્ટીએ ૮,૧૫૦ની સપાટી તોડીઃ બેન્ક શેર પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે બેન્ક શેર પ્રેશરમાં જોવાયા હતા. બેન્ક નિફ્ટી પણ ૫૨ પોઇન્ટના ઘટાડે ૧૮,૩૪૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે આજે શરૂઆતે બજારમાં બંને તરફની વધ-ઘટ જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૬ પોઇન્ટના સુધારે ૨૬,૫૩૫, જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટના ઘટાડે ૮,૧૪૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં નોંધાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટીએ ૮,૧૫૦ની સપાટી તોડી છે, જે નેગેટિવ સેન્ટિમેન્ટ ગણાવી શકાય.

આજે શરૂઆતે મેટલ શેર સહિત ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેર પણ પ્રેશરમાં જોવાયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર પણ ઘટાડે ટ્રેડિંગમાં જોવાયાે હતો. એક તબક્કે રૂ. ૧૦૫૦ની સપાટીએ પહોંચી ગયો હતો, જોકે ત્યાર બાદ રૂ. ૧૦૫૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્ક શેર પ્રેશરમાં છે, જેની અસર શેરબજાર ઉપર પણ જોવાઇ છે. નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિના પગલે બેન્કો વધુ મુશ્કેલીમાં મુકાઇ શકે છે એટલું જ નહીં, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના સમયગાળાનું પરિણામ પણ નબળું આવી શકે છે તેવી શક્યતાઓ પાછળ બેન્ક શેરમાં પ્રેશર જોવા મળ્યું છે.

આ શેર તૂટ્યા
સન ફાર્મા – ૨.૦૭ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા – ૧.૦૦ ટકા
અદાણી પોર્ટ્સ – ૦.૯૦ ટકા

આ શેર સુધર્યા
ટાટા મોટર્સ + ૧.૫૨ ટકા
ગેઈલ + ૧.૦૩ ટકા
ટીસીએસ + ૦.૯૮ ટકા
http://sambhaavnews.com/

You might also like