નિફ્ટીએ નવી ઊંચાઈ બનાવીઃ શેરબજારમાં આગેકૂચ

અમદાવાદ: વૈશ્વિક બજારના સપોર્ટે તથા સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોની ખરીદીના પગલે શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૫૨ પોઇન્ટના સુધારે ૩૧,૨૯૦ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૪૮ પોઇન્ટના સુધારે ૯,૬૬૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. નિફ્ટીએ આજે શરૂઆતે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં નવી ઊંચાઇ બનાવી હતી.

ફાર્માસ્યુટિકલ, મેટલ, આઇટી અને ઓટોમોબાઇલ સેક્ટરના શેરમાં ઘટાડે જોરદાર ખરીદી નોંધાઇ હતી. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૬૧ ટકાનો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો સુધારો નોંધાયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ૦.૩૮ ટકાનો સુધારો નોંધાઇ ૨૩,૪૦૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળેલા સુધારા તથા સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારોની ખરીદીના સપોર્ટથી તથા રૂપિયામાં મજબૂતાઇની ચાલના કારણે બજારમાં આગેકૂચ જારી રહેલી જોવાઇ હતી.

આજે શરૂઆતે ભારતી એરટેલના શેરમાં ૩.૩૯ ટકા, સિપ્લા કંપનીના શેરમાં ૧.૭૩ ટકા, હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ૧.૬૭ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે એનટીપીસી, એચડીએફસી, કોલ ઇન્ડિયા, ડો.રેડ્ડીઝ અને ટીસીએસ કંપનીના શેરમાં ૦.૫૦થી ૧.૪૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

તો બીજી બાજુ ટાટા સ્ટીલ, બજાજ ઓટો, આઇસીઆઇસીઆઇ કંપનીના શેરમાં ૦.૮૦થી ૧.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગેઇલ, ઓએનજીસી, ઇન્ફોસિસ અને મારુતિ સુઝુકી કંપનીના શેરમાં પણ ભારે વેચવાલીના કારણે આ શેર રેડ ઝોનમાં જોવાયા હતા.

નિફ્ટીના આ શેરમાં ઉછાળો
હીરો મોટો કોર્પ ૧.૭૦ ટકા
લ્યુપિન ૧.૭૦ ટકા
અદાણી પોર્ટ એન્ઠ સેઝ ૧.૫૮ ટકા
ઓરબિન્દો ફાર્મા ૧.૩૯ ટકા
આઈશર મોટર્સ ૧.૩૨ ટકા

બેન્ક શેર ગ્રીન ઝોનમાં ખૂલ્યા
યસ બેન્ક ૧.૪૬ ટકા
SBI ૦.૬૬ ટકા
PNB ૧.૩૨ ટકા
ICICI ૦.૫૮ ટકા
બેન્ક ઓફ બરોડા ૧.૭૦ ટકા
એક્સિસ બેન્ક ૦.૪૯ ટકા

રિલાયન્સ કોમ્યુનિકેશન બે સપ્તાહમાં ૩૬ ટકા તૂટ્યો
આજે શરૂઆતે રિલાયન્સ કોમ્યુનિકેશન ૧.૪૫ ટકાના ઘટાડે ૨૦.૪૫ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો. વૈશ્વિક રેટિંગ એજન્સીએ ઊંચા દેવાના બોજા તળે દબાયેલી રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીના રેટિંગને ડાઉન ગ્રેડ કર્યું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કંપની ડિફોલ્ટ થવાની શક્યતા છે, જેના પગલે શેરબજારમાં પણ આ કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

http://sambhaavnews.com/

You might also like