સેન્સેક્સમાં ૧૨૫ પોઈન્ટનો ઉછાળોઃ નિફ્ટી ૯૧૦૦થી ઉપર

નવી દિલ્હી: એશિયન બજારમાં મિશ્રિત કારોબાર વચ્ચે આજે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસ શુક્રવારે ડોમેસ્ટિક શેર માર્કેટની શરૂઆત હળવી તેજી સાથે થઇ છે. બેન્કિંગ, એફએમસીજી, મેટલ અને રિયલ્ટી શેરમાં લેવાલી વચ્ચે બજારમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. હાલ સેન્સેક્સ ૧૨૭ પોઇન્ટના વધારા સાથે ૨૯,૪૬૨ પોઇન્ટ પર અને નિફ્ટી ૩૫ પોઇન્ટના વધારા સાથે ૯,૧૨૧ પર ટ્રેડ કરી રહી છે.
સેન્સેક્સ આજે ૧૮ પોઇન્ટના વધારા સાથે ૨૯,૩૫૧ની સપાટી પર અને નિફ્ટી પણ ૧૮ પોઇન્ટની તેજી સાથે ૯,૧૦૪ની સપાટીએ ખૂલી હતી અને ત્યાર બાદ તેજી આગળ ધપી હતી.

પ્રારંભિક ટ્રેડિંગમાં સેન્સેક્સ પર આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, આઇટીસી, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, એમએન્ડએમ, વિપ્રો, એચડીએફસી, કોલ ઇન્ડિયાના શેરમાં તેજી જોવા મળી હતી. ખાસ કરીને આઇસીઆઇસીઆઇ બેન્કમાં ૨.૨૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ઇન્ફોસિસ, ઓએનજીસીના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like