નિફ્ટી જુલાઈ સિરીઝની ધમાકેદાર શરૂઆત

અમદાવાદ: આજથી શરૂ થયેલી નિફ્ટીની જુલાઇ સિરીઝની ધમાકેદાર શરૂઆત થઇ હતી. નિફ્ટી ૫૪ પોઇન્ટને સુધારે ૮,૩૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૩૪૨ની સપાટીએ ખૂલી હતી, જ્યારે બીએસઇ સેન્સેક્સ ૧૭૯ પોઇન્ટના સુધારે ૨૭,૧૭૯ની સપાટીએ ખૂલ્યો હતો.

આજે શરૂઆતે બેન્ક, એફએમસીજી, ફાર્માસ્યુટિકલ અને ઓટોમોબાઇલ કંપનીના શેરમાં વધુ સુધારો નોંધાયો હતો. ડો. રેડ્ડીઝ લેબ્સ, ભેલ, ટાટા સ્ટીલ, વિપ્રો અને ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી બે ટકાનો સુધારો શરૂઆતે નોંધાયો હતો. તો બીજી બાજુ આઇટીસી, ભારતી એરટેલ, એચયુએલ અને એશિયન પેઇન્ટ્સ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી. એનટીપીસી કંપનીના શેરમાં પણ પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. વિદેશી બજારોમાં જોવા મળેલા સુધારાના પગલે સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી.

આ શેરમાં વધુ સુધારો નોંધાયો
ભેલ                      ૨.૫૧ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ     ૨.૪૨ ટકા
ટાટા સ્ટીલ            ૨.૪૧ ટકા

આ શેરમાં ઘટાડો નોંધાયો
એચયુએલ               – ૦.૮૨ ટકા
ટીસીએસ                 – ૦.૫૪ ટકા
એશિયન પેઈન્ટ       – ૦.૪૬ ટકા

You might also like