નિફ્ટીએ ૯,૮૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બેન્ક શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૭૦ પોઇન્ટના સુધારે ૩૧,૪૨૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૭ પોઇન્ટના સુધારે ૯૮૦૦ની સપાટી ક્રોસ કરી ૯૮૧૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ અને મેટલ સેક્ટરના શેરમાં પણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

આજે શરૂઆતે લ્યુપિન કંપનીના શેરમાં ૨.૮૨ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક અને એક્સિસ બેન્કના શેરમાં પણ એક ટકાનો વધારો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇટીસી કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. દરમિયાન બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં આજે શરૂઆતે ૦.૬ ટકાનો સુધારો નોંધાયો હતો.

ઈન્ફોસિસનો શેર ઘટતો અટક્યો
આજે ઈન્ફોસિસનો શેર વધુ ઘટતો અટક્યો હતો. આજે આ શેરમાં ૧.૩૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. આ શેર રૂ. ૮૮૫ના મથાળે શરૂઆતે ટ્રેડિંગમાં હતો. ગઇ કાલે છેલ્લે આ કંપનીનો શેર રૂ. ૮૭૩ની સપાટીએ બંધ જોવાયો હતો.

નિફ્ટીના આ શેર સુધર્યા
આઈટીસી ૨.૧૨ ટકા
એક્સિસ બેન્ક ૮.૧૦ ટકા
ટેક મહિન્દ્રા ૧.૯૦ ટકા
લ્યુપિન ૧.૮૨ ટકા
હિંદાલ્કો ૧.૭૮ ટકા

You might also like