શશિકલા પર ભડકી જયલલિતાની ભત્રીજી, રાજકારણમાં કરી શકે છે પ્રવેશ

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી એઆઇડીએમકેના મંત્રીઓએ તેમની નજીકની ગણાતી શશકિલાને પક્ષને કમાન સંભાળવાનો અનુરોધ કર્યો છે. જો કે આ અંગેના અનુરોધનો જયલલિતાની ભત્રીજી દીપા જયકુમારે વિરોધ કર્યો હતો. તેણે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. તો બીજી તરફ પોતે રાજકારણમાં પ્રવેશ કરે તેવા એંધાણ પણ આપ્યા હતા. એક અહેવાલ પ્રમાણે જયલલિતાના ભાઇ જયકુમારની દીકરી દીપાએ જણાવ્યું છે કે શશિકલાને પાર્ટીની કમાન સોંપી દેવાથી લોકોમાં નારાજગી ઉભી થઇ શકે છે, જો કે તેણે જણાવ્યું કે લોકો આ નિર્ણયથી ખુશ નહીં થાય. જ્યારે દિપાને પુછવામાં આવ્યું કે તે રાજકરણમાં પ્રવેશ કરશે તો જવાબમાં જણાવ્યું કે જો પ્રજા ઇચ્છશે તો આ અંગે જરુર વિચાર કરીશ. લોકતંત્રમાં આ અંગેનો નિર્ણય જનતા પર છોડી દેવો સૌથી યોગ્ય છે.

http://sambhaavnews.com/

You might also like