વાટકી વ્યવહાર : પાકિસ્તાની ટીમ પાછી ફર્યા બાદ NIA તપાસ માટે પાક. જશે

નવી દિલ્હી : ભારતનાં પંજાબના પઠાણકોટ હૂમલામાં થયેલા આતંકવાદી હૂમલાની તપાસ કરવા માટે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજેન્સી)ની ટીમ પાકિસ્તાન જશે. તેની પહેલા ભારતે પાકિસ્તાનની JIT (જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને પઠાણકોટ આવીને તપાસ કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ભારતમાં તપાસ કરવા માટે આવેલા પાકિસ્તાનની JITને ભારતમાં 16 સાક્ષીઓ સાથે વાતચીત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં એસપી સલવિંદરસિંહનો પણ સમાવેશ થાય છે.

ડીજી શરદ કુમારે કહ્યું કે NIAએ જૈશ એ મોહમ્મદનાં ટોપ લીડર્સનાં અવાજનાં સેમ્પલ માંગ્યા છે. તે ઉપરાંત ઠાર કરાયેલ આતંકવાદી નાસિર હુસૈનની માંનો ડીએનએ સેમ્પલ પણ માંગવામાં આવ્યો છે. તેમણે JITને આતંકવાદીઓ પાસેથી જપ્ત હથિયારો અને સામાન જપ્ત કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. NIAએ પાકિસ્તાની JITનાં ચારેય આતંકવાદીઓની ઓળખ અને એડ્રેસ પણ જણાવ્યા હતા. આને પણ કન્ફર્મ કરવા માટે જણાવ્યું હતું.

NIAએ JIT જૈશ એ મોહમ્મદનાં લીડર્સની વિરુદ્ધ નક્કર પુરાવા આપવામાં આવ્યા છે. જે આ હૂમલાનાં ષડયત્રકારી હતા. પાકિસ્તાનની JITએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાનની બહાર પુરાવા શોધી રહ્યા છે. જે કેસમાં તેની કાયદેસરની મદદ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી આવેલી તપાસ સમિતીએ પણ સ્વિકાર્યું છે કે ભારતનાં પઠાણકોટ પર થયેલા આતંકવાદી હૂમલા માટે આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા.ભાજપ દ્વારા આ ટીમને નક્કર પુરાવા સોંપાયા હતા કે ટીમને સ્વિકાર્યા સિવાય છુટકો જ નહોતો.

You might also like