પાક. જવા એનઆઇએ તૈયારઃ લેખિત મંજૂરીની જોવાતી રાહ

નવી દિલ્હી: પઠાણકોટ આતંકી હુમલાની તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમ પાકિસ્તાન જવા માટે તૈયાર છે. ટીવી ચેનલોના અહેવાલો અનુસાર આ માટે લેખિત મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
એનઆઇએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝના નિવેદનને સકારાત્મક માની રહી છે. પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલાની તપાસ માટે એનઆઇએની ટીમે પ૦ સાક્ષીઓની યાદી પણ તૈયાર કરી છે અને પાકિસ્તાન જઇને આ સાક્ષીઓની પૂછપરછકરવા માટે એનઆઇએની ટીમ તૈયાર છે. પ૦ સાક્ષીઓની યાદીમાં પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ જૈશ-એ-મહંમદનાે વડો મૌલાના મસૂદ અઝહર, તેનો ભાઇ અબ્દુલ રાઉફ, કાશીફખાન અને શાહીદ લતીફનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન તરફથી એનઆઇએની ટીમને મુલાકાત સામે પાકિસ્તાનને વાંધો નહીં હોવાના સંકેત મળ્યા બાદ હવે ટીમ પાકિસ્તાન જવા તૈયાર છે. સરતાજ અઝીઝે એવું નિવેદન કર્યું હતું કે પઠાણકોટ હુમલાની આગળની તપાસ માટે તેમનો દેશ એનઆઇએની ટીમને પાકિસ્તાન આવવાની અપીલ પર વિચારણા કરી શકે છે.

You might also like